Source By -Disha Sanghavi (LiveMint)
કેટલાક ઇન્ફ્લ્યુઅન્સર્સ તેની પ્રતિભાથી કમાણી કરે છે તો કેટલાક માટે તે ફક્ત સ્વીકૃતિ અને લોકપ્રિયતા છે.
19 વર્ષીય ભાર્ગવ ખેનીના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 2,00,000 ફોલોઅર્સ ધરાવે છે અને તેનાથી તે સોશિયલ મીડિયા સેલિબ્રિટી બની જાય છે. ભાર્ગવ ખેનીને તેના ફોલોઅર્સનો સપોર્ટ મળતા તે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લ્યુઅન્સર તરીકે ઓળખાય છે. ફોટોગ્રાફ્સ દ્વારા ફોલોઅર્સને આકર્ષિત કરનાર સુરત સ્થિત યુવાને લગભગ અઢી વર્ષ પહેલા ફોટો-શેરિંગ પ્લેટફોર્મની શોધખોળ શરૂ કરી હતી. ત્યાં સુધીમાં તે યુટ્યુબ વિડિઓઝ જોઈને એડોબ ફોટોશોપ અને લાઇટરૂમ જેવા સોફ્ટવેરમાં કેવી રીતે કાર્ય કરવું તે શીખી ચુક્યો હતો.
ભાર્ગવ ખેનીએ ઇન્સ્ટાગ્રામ પર તેની આસપાસના લોકો અને વસ્તુઓની ક્લિક અને સંપાદિત કરેલી તસવીરો અપલોડ કરીને શરૂઆત કરી હતી. તેની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્રેક્શન થવાની શરૂઆત થઈ ત્યારે એક તક તેની નજરમાં આવી. જેના માટે આ એક વળાંક બની ગયો. તે હવે કારકિર્દી તરીકે મોડેલિંગની દિશામાં આગળ વધી રહ્યો છે અને તેણે શાળા પૂર્ણ કર્યા બાદ વિરામ લીધો છે કારણ કે તે ફિટ થવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

સોશિયલ મીડિયાનો એક ફાયદો એ છે કે યુવાનોનેએ તેમની પ્રતિભા દર્શાવવા અને તેમની બ્રાંડ વેલ્યુ બનાવવા માટે એક તૈયાર પ્લેટફોર્મ મળે છે. તાજેતરના એક અભ્યાસ મુજબ સોશિયલ મીડિયા પરની જાહેરાતો ગ્રાહકોની ખરીદીના નિર્ણયને પ્રભાવિત કરે છે. જાહેરાત દ્વારા ઇન્ફ્લ્યુઅન્સર્સને કમાણીની તક મળે છે.
ઇન્ફ્લ્યુઅન્સર્સની કમાણી
માત્ર સુંદર ચિત્રો અપલોડ કરવાથી કમાણી થઇ શકતી નથી. ફોલોઅર્સની સંખ્યાના આધારે કોઈપણ બ્રાંડ્સ ઇન્ફ્લ્યુઅન્સર્સને વ્યવસાય માટે સંપર્ક કરી કમાણીની તક આપે છે. જેમ ઇન્ફ્લ્યુઅન્સર્સની સંખ્યા વધતી જાય, તેમ બ્રાંડ્સ સાથે તેઓને વધુ ફાયદો થાય છે.
ઇન્ફ્લ્યુઅન્સર્સની કમાણી હંમેશા રોકડમાં હોય તે જરૂરી નથી. ઉદાહરણ તરીકે, ભાર્ગવ ખેની વિવિધ બ્રાન્ડ્સ સાથે જુદો-જુદો સોદો કરે છે. “જો તે કપડાની બ્રાન્ડ છે, તો તેઓ મને ડિસ્કાઉન્ટ કોડ આપે છે જે હું ઇન્સ્ટાગ્રામ પરની મારી પોસ્ટ સાથે જોડું છું.” દરેક વખતે જ્યારે કોઈ આ કોડનો ઉપયોગ કરીને ખરીદી કરે છે, ત્યારે મને કુલ વેચાણની રકમના લગભગ 10-12% ચૂકવવામાં આવે છે” તેવું ભાર્ગવ ખેનીએ જણાવ્યું હતું. જ્યારે ખેનીના 50,000 ફોલોઅર્સ હતા, ત્યારે તેણે એક પોસ્ટ માટે રૂ.600 વસૂલ્યા હતા. હવે તેના ફોલોઅર્સ વધ્યા છે, તો તે એક પોસ્ટ માટે રૂ.1000-1200નો ચાર્જ લે છે .
લોકપ્રિયતાની રમત

મુંબઇ સ્થિત 15 વર્ષીય જયજીતસિંહ પહેલાથી જ ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત માટે ભારતમાં શેન અને સનબર્ન ફેસ્ટિવલ સહિત 10થી વધુ બ્રાન્ડ્સ સાથે જોડાણ કરી ચૂક્યો છે, પરંતુ તે પૈસા નથી જે તેમને ઉત્સાહિત કરે છે. લોકપ્રિયતા માટે તે આ કાર્ય કરે છે, અને કહે છે કે સોશિયલ મીડિયા પર ઇન્ફ્લ્યુઅન્સર્સ બનવું એ સિનેમેટોગ્રાફર બનવાની તેમની યાત્રાનો એક ભાગ છે. “મારા પિતા મારા તમામ નાણાકીય વ્યવહારો સંભાળે છે. હું અહીં એવા લોકો માટે છું કે જેઓ મને ફોલો કરે છે અને મારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ પર મળતી પ્રશંસા મને પ્રેરે છે.” તેઓ ઇન્સ્ટાગ્રામ પર આશરે 1.7 લાખ ફોલોઅર્સ ધરાવે છે.
“લોકપ્રિયતા મોટાભાગના કિશોરોને લોકપ્રિયતા અને નાણાં ઇન્ફ્લ્યુઅન્સર્સ બનવા ખેંચે છે પરંતુ આ વલણ યોગ્ય નથી. બાળકો બહાર પોતાની માન્યતા શોધી રહ્યા છે. પરંતુ સારી વાત એ છે કે તેઓ નાની ઉંમરે કમાઇ રહ્યા છે. જો સારી રીતે બધું સંચાલન કરવામાં આવે તો આ તેમને જીવનમાં કરિયર બનાવવાની સારી શરૂઆત આપે છે,” નાણાકીય યોજના બનાવનારી કંપની, ઇન્વેસ્ટ્રોગ્રાફી પ્રા.લિ. લિમિટેડના સીઇઓ અને સ્થાપક, પ્રમાણિત નાણાકીય આયોજક શ્વેતા જૈને જણાવ્યું હતું.
ભાર્ગવ ખેનીએ તેના માતાપિતા પાસેથી પોકેટ મની લેવાનું બંધ કરી દીધું છે અને તે તેની જીવનશૈલી અને જિમ સંબંધિત ખર્ચ પોતે જ સંભાળે છે. 15 વર્ષની નાની ઉંમરે પણ જયજીતસિંહ તેમની કુશળતાને આગળ વધારવા માંગે છે. જેથી, તે ખર્ચમાં ઘટાડો કરી શકે. તેણે કહ્યું હતું કે હવે તે જે નાણાં કમાઇ રહ્યો છે, તે તેના ઉચ્ચ શિક્ષણ અને ભવિષ્યની જરૂરિયાતો માટે ભંડોળ પૂરું કરવા માટે બચત કરવામાં આવે છે.
પૈસાનું રોકાણ
પૈસા કમાવવાથી નિશ્ચિતપણે તમને આત્મવિશ્વાસની ભાવના મળે છે પરંતુ જો તમે જીવનની શરૂઆતમાં પૈસા કમાઇ રહ્યા છો તો ઉચિત છે કે તમારે રોકાણની શરૂઆત કરવી જોઈએ. જો શક્ય હોય તો, રોકાણ કરવાનું શરૂ કરો કારણ કે જો તમે હવે પ્રારંભ કરો છો, તો તમારી પાસે સમય હોવાથી તમને તે મોટા પ્રમાણમાં વળતર મેળવવામાં મદદ કરશે.
સંતાન જીવનના પ્રારંભમાં આર્થિક રીતે સક્ષમ છે તે જોતાં માતાપિતાની પણ જવાબદારી વધે છે. માતાપિતા તરીકે તમારે તમારા બાળકના નાણાંની અસરકારક રીતે વ્યવસ્થા કરવામાં સહાય કરવાની જરૂર છે. તેમની ખરીદીને અથવા પ્રાથમિકતામાં કેવી રીતે ખર્ચ કરવો તે તેમને શીખવો. સૌથી અગત્યનું તમારી વાતચીતનો માર્ગ ખુલ્લો રાખો. જેથી, તેઓ કોઈ ચિંતા કર્યા તેમની વાત તમારા સુધી પહોંચાડી શકે.