મોરારી બાપુએ કર્યું એલાન, રામ મંદિરના નિર્માણ માટે આપશે 5 કરોડનું દાન

0

મોરારી બાપુએ એક રામ કથા પ્રવચન દરમિયાન કહ્યું હતું કે ચિત્રકૂટ ધામ તલગાજડા જ્યાં અમારો આશ્રમ છે એમની તરફ થી 5 લાખ રૂપિયાનું દાન આપવામાં આવશે. સાથે જ મોરારી બાપુએ તેમના શ્રોતાને પણ કહ્યું હતું કે જે કોઈ પણ પ્રભુ શ્રીરામના ભક્ત છે એ પણ મંદિરના નિર્માણમાટે દાન આપી શકે છે અને આ રીતે કુલ 5 કરોડ રૂપિયા એકત્ર કર્યા ને આટલું દાન કરવામાં આવશે.
- unnamed

ચિત્રકૂટ ધામ તલગાજડા આશ્રમના 5 લાખના દાન માં મોરારી બાપુના શ્રોતા અને રામ ભક્તના યોગદાનથી દાનની રકમ 5 કરોડ સુધી પંહોચી.

અયોધ્યામાં રામ જન્મ ભૂમિ પર રામ મંદિર બનવા જઇ રહ્યું છે. અને એ મંદિર બનવાની તૈયારી ખૂબ જોરો-શોરથી ચાલુ છે. 5 ઓગસ્ટના તેની નીવ રાખવામા આવશે. આ દરમિયાન જ પ્રસિધ્ધ કથાવચક મોરારી બાપુએ 5 કરોડ રૂપિયાના દાન આપવાનું એલાન કર્યું.

આ પણ વાંચો -  અહેમદ પટેલનું નિધન થયું: કોરોનાને 1 ઓક્ટોબરના રોજ ચેપ લાગ્યો હતો, મોદીએ કહ્યું - તેમના પક્ષને મજબૂત બનાવવા માટે યાદ કરવામાં આવશે

- ram 1533740036 618x347 300x168

5 ઓગસ્ટે જ્યારે રામમંદિરની નીવ રાખવામા આવશે તેના માટે પીએમ નરેન્દ્ર મોદી પોતે ત્યાં ઉપસ્થિત રહશે. સાથે જ વિશ્વ હિન્દુ પરિષદએ જણાવ્યુ કે મંદિરના નિર્માણ માટે આખા દેશના હિન્દુ પાસેથી પૈસા એકત્ર કરવામાં આવશે.
ભાવનગર તલગાજડ માં ગઇકાલે ડિજિટલ માધ્યમથી રામકથા કરવાવાળા સંત મોરારી બાપુએ કહ્યું કે ‘ સૌથી પહેલા રામ જન્મભૂમિમાં બનતા મંદિર માટે આપણે 5 કરોડનું દાન મોકલીશુ, જે પ્રભુ શ્રી રામના ચરણમાં એક તુલસીપત્રના રૂપે એક ભેટ હશે.

- IMG 0560 200x300

ત્યાં જ જન્મભૂમિ પર મંદિર નિર્માણમાટે વિશ્વ હિન્દુ પરિષદ આવનાર દિવસોમાં દેશના દરેક રાજ્યોના ગામમાં એક દાનપાત્ર સાથે જશે અને રામમંદિરના નિર્માણ માટે દરેક વ્યક્તિની સહુલિયત પ્રમાણે દાન આપવા માટે લોકોનો સમર્થન માંગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here