માતાનો મઢ નવરાત્રીના નવ દિવસ સુધી દર્શનાર્થીઓ માટે રહશે બંધ..

0

વર્ષે નવરાત્રીમાં માતાના મઢ ખાતે કેટલીય જગ્યાએથી આશાપુરા માતાજીના ભકતો ઉમટી પડે છે. દેશ-વિદેશની શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવે છે.લાખો ભાવિકો માનતા રાખી કે શ્રદ્ધાથી પદયાત્રા કરી માતાના મઢ આવે છે. આ સમય દરમયાન યોજાતા મેળા ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.કોરોના મહામારીના કારણે છેલ્લા છ માસથી ઉત્સવો દરમિયાન જુદા જુદા ધાર્મિક સ્થાનો બંધ રાખવામાં આવ્યા હતા. જન્માષ્ટમી વખતે દ્વારકાનું જગત મંદિર, ભાદરવી પુનમે અંબાજી મંદિર પણ બંધ રાખવામાં આવ્યું હતું.

- Mandir

આ તારીખ દરમિયાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. નવરાત્રી દરમિયાન પરંપરા મુજબ મંગળા આરતી,ધૂપ આરતી,સાય સંઘ્યા આરતી અને ઘટ સ્થાપના, સાતમ હવન તેમજ આઠમ પત્રી વિધિ અને નૈવેદ્ય કરાશે. આ તમામ પૂજા વિધિ મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવશે.કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે જેને ધ્યાનમાં રાખતા લાગી રહ્યું છે આ વર્ષે નવરાત્રીના મોટા આયોજન થશે નહીં.

આ પણ વાંચો -  ખેડૂત આંદોલન LIVE: વિરોધીઓએ બેરિકેડ તોડી, પથ્થરમારો કર્યો; પોલીસે વોટર કેનન ચલાવ્યો, ટીયર ગેસના શેલ ફટકાર્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here