ભારત એ જૂનમાં 59 ચાઇનિજ એપ્સ ઉપર પ્ર્તિબંધ લગાવ્યો હતો જેમાં ભારતમાં પ્રચલિત ટીકટોક પણ એક હતું. એ પછી જુલાઇ મહિનાના અંત સુધી બીજી 15 ચાઇનિજ એપ્સ ઉપર પ્ર્તિબંધ લગાડવામાં આવ્યું હતું. ભારતમાં ટીકટોકના પ્ર્તિબંધ પછી અમેરીકામાં પણ ટીકટોક બેન કરવાની માંગ ઉઠી હતી. આ બધા વચ્ચે એક સારી ખબર એ આવે છે કે ટીકટોકનો ભારતીય કારોબાર એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ખરીદી શકે છે.
ઈટીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ટીકટોકના ભારતીય કારોબારમાં હિસ્સેદારી ખરીદવા પર વિચાર કરી રહ્યા છે. જો કે ખબર અનુસાર આ વાતચીત શરૂઆતી સ્તર પર જ છે.
ખબર અનુસાર ટીકટોકના સીઇઓ કેવિન મેયર એ રિલાયન્સના ટોપ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. અને એ વાત ચિતમાં ટીકટોકના ભારતીય બીજનેસને લઈને વાતચીત થઈ હતી. જો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ હજુ કોઈ બયાન આપ્યું નથી.
જણાવી દઈએ કે ભારતમાં પ્રતિબંધ લાગ્યા પછી અમેરીકામાં ટીકટોક એ તેનો કારોબાર અમેરીકામાં પણ સમેટવો પડશે. અમેરિકના રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રંપએ 15 સપ્ટેમ્બર સુધી ટીકટોકને દેડલાઇન આપી છે એ પછી અમેરીકામાં ટીકટોક બંધ કરવામાં આવશે.