મુંબઈમાં ટળી મોટી દુર્ઘટના,ટ્રેનના મોટા અકસ્માત પછી પણ બચી ગયા હજારો લોકોના જીવ….

0

લોકો હજુ કોરોનાના મારથી બહાર નથી આવી શક્યા ત્યાં જ દેશમાં બીજી ઘણી સમસ્યા અને મુસીબતો ધેરીને ઊભી છે. કોરોનાની મહામારી વચ્ચે ફરી કે માનવસર્જિત અકસ્માત થયો , જેમાં ઘણા લોકોના જીવન ખતરામાં મુકાયા હતા.

ગઇકાલે જ મુંબઈના કાંદીવલી-બોરીવલી લાઇન ઉપર એક ઘણો મોટો અકસ્માત સર્જાયો હતો, ત્યાં બાંદ્રા ટર્મિનસ- અમૃતસર ટ્રેન અને એક ટ્રક વચ્ચે ખૂબ જ મોટી ટક્કર થઈ હતી. જો કે આટલી મોટી ટક્કર બાદ પણ કોઈને કશી ઇજા પંહોચી નહતી.

- Dumper train d

આ ઘટના કાલે બપોર વચ્ચે સર્જાઈ હતી. એ દુર્ઘટના પછી ટ્રેનને ત્યાં જ લગભગ 1 કલાક સુધી રોકી રખાઇ હતી. ત્યારબાદ રેલવે એ દુર્ઘટનાની જાંચ કરવાનો આદેશ આપ્યો હતો. એ ટ્રેક સિવની બહારની કોઈ ટ્રેનને આ અકસ્માતને કારણે કોઈ નડતર ભોગવી પડી નહતી.

વાત એમ છે કે, એક ટ્રક કાંદીવલી રેલ્વે સ્ટેશન પાસે એક નાનો રસ્તો પડે છે ત્યથી સામેની બાજુ જવા માંગતો હતો પણ ટ્રેક પર જ એ ખટારો બંધ પડી ગયો હતો અને ફસાઈ ગયો હતો.  ત્યાર બાદ ત્યાં પંહોચેલ ટ્રેન એ તેને ટક્કર મારી હતી .

આ પણ વાંચો -  ફુગાવાનો ફટકો: જયપુરમાં એલપીજી સિલિન્ડર 50 રૂપિયામાં મોંઘુ થશે, આજથી તે 648 રૂપિયામાં મળશે

- 77066585

જો કે હાલ બધી ભૂલ ટ્રક ડ્રાઈવરની જ માનવમાં આવે છે. તેને પોલીસએ પકડી પડ્યો અને પૂછતાછ કરે છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યુ કે દુર્ઘટનાથી કોઈને કશી હાનિ પંહોચી નથી. અને સમાચાર મળતા તુરંત રાહત ટ્રેન ત્યાં મોકલી દેવામાં આવી હતી.

ટ્રેનને અકસ્માત નડ્યો હોવાને કારણે મુંબઈથી સુરત સમય કરતાં  બે કલાક મોડી પંહોચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here