જુઓ વિડીયો-મુંબઈના મુશળધાર વરસાદમાં એક વ્યક્તિ બિલાડીને બચાવવા કરી રહ્યો છે મહેનત,સોશ્યલ મીડિયામાં ખૂબ થઈ રહ્યા છે વખાણ

0

જુઓ વિડીયો-મુંબઈના મુશળધાર વરસાદમાં એક વ્યક્તિ બિલાડીને બચાવવા કરી રહ્યો છે મેહનત,સોશ્યલ મીડિયામાં ખૂબ થઈ રહ્યા છે વખાણ

મુંબઈમાં મુશળધાર વરસાદ અને પવનથી લોકોની પરેશાનીઓ વધી રહી છે. આ સમયે મુંબઈ પાણીમાં ડૂબી છે અને ઘણા એવા રસ્તાઑ છે જ્યાં દરિયા અને રસ્તા વચ્ચેનો ફરક દેખાઈ રહ્યો નથી, બધુ એક થઈ ગયું છે. ત્યાં જ મુંબઈના લોકલ ટ્રેનના ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયા છે.

આ બધા વચ્ચે એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં વડાલામાં એક રહેવાસીએ મુશળધાર વરસાદ વચ્ચે એક બિલાડીને બચાવી રહ્યો છે. વિડિયોમાં દેખાય છે કે એ વ્યક્તિ બિલાડીને તેની બાઈકમાં બેસાડવાનો પ્ર્યત્ન કરે છે.

એ વ્યક્તિ કહે છે કે તે એ બિલાડીના બચ્ચાને પોતાના ઘરે લઈ જશે. વિડિયોમાં એ વ્યક્તિ બિલાડીને બાઈકમાં બેસાડવાનો પ્ર્યત્ન કરે છે અને સફળ પણ થાય છે. મૂંબઈમાં મુશળધાર વરસાદમાં માણસો સાથે-સાથે જાનવરો પણ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here