સાઈબેરિયા નુ રહસ્ય – રહસ્યમયી એલિયન ની કહાની

0

સમય-સમય પર આપણી પૃથ્વી પર એવી ઘટનાઓ બને છે, જે સમસ્ત લોકો ને આશ્ચર્ય માં મૂકી દે છે. તેમાં ની કોઈ પ્રાકૃતિક હોય છે તો કોઈ અપ્રાકૃતિક. પરંતુ અમુક ઘટનાઓ એવી પણ હોય છે, જેના વિશે ક્યારેય ખબર નથી પડતી કે તેની પાછળ રહસ્ય શું છે!

સમગ્ર વિશ્વ નુ ધ્યાન ખેંચવા વાળી આવી જ એક ઘટના 30 જૂન 1908 ના રૂસ ના સાઈબેરિયા માં ઘટી હતી. ઘટના વાળા દિવસે એક વિશાળ અગ્નિપિંડ આકાશ ચીરતો ધરતી તરફ આગળ વધતો હતો. ત્યારબાદ આ અગ્નિપિંડ જોરદાર ધમાકા સાથે ધરતી થી ટકરાયો. ટક્કર એટલી જોરદાર હતી કે પૂર્ણ સાઈબેરિયા નો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો.

Do aliens exist? Australia astronomers find no evidence, India News News |  wionews.com  - 31859 alien1 20171103111635

જોરદાર ધમાકા ની અસર થી 60 કીલોમીટર દૂર રહેવા વાળા લોકો તેના અવાજ અને કંપન થી બેહોંશ થઈ પડી ગયા. ધમાકા ને લીધે ઉભા મકાનો ક્ષણભર માં ધરાશાયી થઈ ગયા.

આ પણ વાંચો -  PUBG Mobile : આજથી ભારતમાં સંપૂર્ણ બંધ, કંપનીએ માહિતી આપી

પછી જ્યારે ધમાકા ના સ્થળ ની તપાસ માટે વૈજ્ઞાનિકો ત્યાં પહોંચ્યા, તો તેઓની અપેક્ષા અનુસાર તેઓને ત્યાં એક વિશાળ ખાડો હોવાનો વિશ્વાસ હતો. તેઓની અપેક્ષા નુ કારણ હતુ તેઓનો અનુભવ, કે અહીં જરૂર કોઈ વિશાળ ઉલ્કાપિંડ ધરતી સાથે ટકરાયો હશે.

આવુ થવાની દશા માં એ સ્વાભાવિક હતુ કે ધમાકા ના સ્થળ પર એક વિશાળ ખાડો હોય, પરંતુ ઘટના સ્થળ પર પહોંચેલા વૈજ્ઞાનિકો ત્યાં પહોંચી સ્તબ્ધ થઈ ગયા, જ્યારે તેઓને કાંઈ એવુ જોવા ન મળ્યુ. આશ્ચર્ય ની વાત તો એ હતી કે ઘટના સ્થળ ની વચ્ચે ઘણા સ્થળો પર જંગલ સુરક્ષિત હતા અને ત્યાં વૃક્ષો પણ અડીખમ હતા. ધમાકા ને લીધે નષ્ટ થયેલા બાકી ના વિસ્તાર ની તુલના માં ત્યાં ઘણુ ઓછુ નુકશાન થયુ હતુ.

કેવી આશ્ચર્ય ની વાત હતી કે જે ધમાકા ને કારણેે ત્રીસ કિલોમીટર સુુધી જંગલો નષ્ટ થઈ ગયા હોય, ત્યાં ઠીક ધમાકા ના સ્થળ પર સૌથી ઓછુ નુકશાન થયું હોય.

આ પણ વાંચો -  યુએસ કોર્ટનો આદેશ, ઇસરો શાખાને 1.2 બિલિયનનો દંડ ભરવાનો

In 1968, The CIA Was Pretty Sure That They Had Spotted Several UFOs Over  India | HuffPost India  - 5c11f4ff1f00001908268584

એક વાત તો સ્પષ્ટ હતી કે ધમાકો થવાનુ કારણ જે હોય તે, પરંતુ ઉલ્કાપિંડ ને લીધે તો નતો જ થયો. ઘટના સ્થળ નુ અધ્યયન કરતા ખબર પડી કે ધમાકો ધરતી સાથે અથડાઈ ને નતો થયો, પરંતુ પૃથ્વી ની સપાટી ઘણો ઉપર હવા માં થયો હતો!

ઘણા લોકો ના મતે ધમાકા નુ કારણ યુ.એફ.ઓ હતુ. એક એવી ઉડન-તશ્તરી, જે કદાચ અણુ શક્તિ થી સંચાલિત હતી અને કોઈ કારણે તેમાં વિસ્ફોટ થયો.

ઘણા લોકો જે U.F.O સંબંધિત અધ્યયન માં લાગ્યા હતા, તેઓ આ તથ્ય ને વાસ્તવિકતા માનતા હતા. તેઓના આ તથ્ય ને ઘણા વૈજ્ઞાનિકો એ કોઈ પણ વાદ-વિવાદ વિના માની લીધુ!

જોકે, આજે ઘણા વૈજ્ઞાનિકો આ વાત માનવા નો ઇન્કાર કરે છે, પરંતુ તેઓ પણ ધમાકા ના કરણ નુ કોઈ સ્પષ્ટીકરણ નથી આપી શક્યા. સાઈબેરિયા માં તે દિવસે શું થયુ હતુ તે આજે પણ એક રહસ્ય છે.

આ પણ વાંચો -  કોરોનાવાયરસ રસી: 'કોવાક્સિન' ના ત્રીજા તબક્કાના સુનાવણીની તૈયારી કરતી એઈમ્સ, મંજૂરી માટે મોકલવાની દરખાસ્ત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here