આ 10 રાજ્યોમાં કોરોના સંક્રમણ રોકી લેવામાં આવશે તો દેશ જીતી જશે કોરોના સામે જંગ-નરેન્દ્ર મોદી

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 10  રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી અને કોરોના મહામારીની હાલની પરિસ્થિતીની સમિક્ષા કરી છે.  આ બેઠકમાં મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત હતા. જ્યારથી કોરોનાએ ભારતમાં એન્ટ્રી કરી છે ત્યાર થી અત્યાર સુધી આ વિડીયો કોલ દ્વારા સાતમી બેઠક છે.

 

વિડીયો કોન્ફરન્સમાં થયેલ ચર્ચામાં એ દશ રાજયોના મુખ્યમંત્રી હજાર હતા જે રાજ્યોમાં કોરોના સંકર્મિત લોકોની સંખ્યા ખૂબ જડપી રીતે વધી રહી છે.  આ મહામારી સામે જીતવામાં આ રાજયોની ભૂમિકા મહત્વનો હિસ્સો રાખે છે. આ રાજ્યોએ તેના રિકવરી રેટ અને સંક્રમણની રણનીતિ પર કામ કરવાની જરૂર છે.

- narendr modi 300x154

પ્રધાનમંત્રીએ જણાવ્યુ છે કે આવનાર 72 કલાકમાં સંક્રમણ વિશેની રણનીતિ ઉપર આ દશ રાજ્યોએ કામ કરવું પડશે. આખા દેશમાં 80% કેસની સંખ્યા આ દશ રાજયોમાંથી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે જ્યાં પોજીટીવ રેટની સંખ્યા વધારે છે ત્યાં કોરોના ટેસ્ટની સંખ્યા પણ ખૂબ વધારવાની જરૂર છે.

આ દશ રાજ્યોમાં હવે સંક્રમણને નિયંત્રણ કરવાની રણનીતિ બનાવવામાં આવશે.

મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક , તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, પંજાબ, બિહાર,ગુજરાત, તેલંગાણા અને ઉતર પ્રદેશના મુખ્ય મંત્રીએ પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં આ વાત પર ચર્ચા કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here