આ તકલીફને કારણે મોટાભાઈ ફરી થયા હોસ્પિટલમાં ભર્તી, અમિત શાહ હોસ્પિટલથી જ સંભાળી રહ્યા છે મંત્રાલયનું કામ

0

કોરોનાની ચપેટમાંથી 14 ઓગસ્ટના જ રોજ ગૃહમંત્રી અમિત શાહ છૂટા થયા હતા. ચાર દિવસ પહેલા ઘરે પરત ફરેલ ગૃહમંત્રીને ફરી હોસ્પીટલમાં ભર્તી થવાની ફરજ પડી છે.

ગઇકાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ અમિત શાહને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. એમ્સ હોસ્પીટલમાં અત્યારે એક ડોક્ટરની આખી ટિમ અમિત શાહ ઉપર નજર રાખી બેઠી છે. અમિત શાહને એક પ્રાઈવેટ વોર્ડમાં રાખવામા આવ્યા છે. જો કે ડોક્ટરને અનુસાર તેમની હાલત અત્યારે સામાન્ય છે અને તેમની સ્થિતિ સ્થિર છે.

- 72860161 300x225

એમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી તેવું જાણવામાં આવ્યું છે. અમિત શાહ હાલ જ કોરોનાથી ઠીક થયા હતા અને હવે તેઓ અહિયાં ફરી એડમિટ થયા છે એટ્લે હવે તેઓ હોસ્પિટલથી જ પોતાનું કામકાજ કરી રહ્યા છે.

અમિત શાહ એ પોતે જ 14 ઓગસ્ટના ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તેઓ શુક્રવારે સાંજે ઠીક થઈ ગયા છે અને હોસ્પીટલમાંથી છુટ્ટી પણ મળી ગઈ છે અને સ્વસ્થ થઈને ઘરે પરત પણ ફરી રહ્યા છે.

આ પણ વાંચો -  ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાનું અવસાન, કોરોનામાં ચેપ લાગ્યો

પણ કાલે ફરી એમને શ્વાસ લેવામાં તફલિફ પડતાં તે હોસ્પીટલમાં ભર્તી થયા છે. અને હવે તેઓ હોસ્પિટલમાંથી જ તેની ઓફિસનું કામ સંભાળી રહ્યા છે, તેઓ  લગાતાર ફોન ઉપર અધિકારીઓને દિશા-નિર્દેશ આપી રહ્યા છે.

જો  કે તમને જણાવી દઈએ કે હાલ મહંત નૃત્યગોપાલ દાસ ગુરુગ્રામ ના મેદાંત હોસ્પીટલમાં ભર્તી છે. તેમને શરદી અને તાવ હોવાને કારણે એમની કોરોનાની જાંચ કરવામાં આવી હતી. તે શ્રીકૃષ્ણ જન્મોત્સવ માં મથુરા ગયા હતા. અને તે પછી સિયારામ મંદિરમાં રોકાયા હતા. તેમને રામજન્મ ભૂમિ માં ભૂમિ પૂજન માટે નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથે પણ સ્ટેજ શેર કર્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here