શૌવિક ના રિમાન્ડ મેળવવા માટે એનસીબીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી, જયા શાહને ફરીથી પૂછપરછ માટે બોલાવ્યા

0

સુશાંતસિંહ ડેથ કેસ સાથે જોડાયેલ ડ્રગ્સ ની તપાસ દરમ્યાન, એનસીબીએ તેની તપાસ માટે શૌવિક ચક્રવર્તી અને દીપેશ સાવંતને ડ્રગ્સના વેચાણ અંગે ન્યાયિક કસ્ટડીમાં લીધા હતા. હવે એનસીબીએ બંનેના રિમાન્ડ મેળવવાની મંજૂરી માંગી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ કેસમાં વિશેષ એનડીપીએસ કોર્ટમાં અરજી કરી છે.

બીજી તરફ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ જયા શાહ અને શ્રુતિ મોદીને મંગળવારે હાજર થવા જણાવ્યુ છે. એનસીબી ની ટીમે સુશાંતની પૂર્વ ટેલેન્ટ મેનેજર જયા શાહની સોમવારે લગભગ ચાર કલાક પૂછપરછ કરી છે. જયા શાહને બુધવારે ટીમે પૂછપરછ કરી હતી.

એનસીબી એ તપાસ દરમ્યાન, એનસીબીએ ડ્રગ્સની ખરીદી અને વેચાણ અંગે શૌવિક ચક્રવર્તી અને દિપેશ સાવંતની ન્યાયિક કસ્ટડી લીધી હતી. એનસીબીએ દાવો કર્યો હતો કે તે (રિયા ચક્રવર્તી) દૃહસ5 સિન્ડિકેટ ની “સક્રિય સભ્ય” હતી અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સની ખરીદી કરી હતી, જેમાં શૌવિકે તેને મદદ કરી હતી.

સુશાંતના મોત મામલે ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલ એનસીબીએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક સહિત 17 લોકોની ધરપકડ કરી છે. રિયા છેલ્લા ઘણા દિવસોથી મુંબઇની ભાયખલા જેલમાં છે. રિયા ની એનસીબીએ 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી અને 9 સપ્ટેમ્બરના રોજ ભાયખલા જેલમાં મોકલી હતી. રિયાની જામીન અરજી બે વાર નામંજૂર કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here