બોલીવુડ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસ ઝડપી થઈ છે. દરમિયાન, એનસીબી ચીફ રાકેશ અસ્થાના મુંબઇ પહોંચી ગયા છે. રાકેશ અસ્થાનાએ તપાસ ટીમના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આગામી દિવસોમાં આ મામલે વધુ ઘટસ્ફોટ થઈ શકે છે.
અભિનેત્રીઓ ના ફોન કર્યા જપ્ત
એનસીબીએ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનના મોબાઇલ ફોન કબજે કર્યા છે. આ સિવાય કરિશ્મા પ્રકાશ, રકુલ પ્રીતસિંહ, સિમોન ખંભાતા અને જયા શાહના મોબાઇલ ફોન પણ કબજે કરાયા છે. શનિવારે એનસીબીએ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને ડ્રગ્સ ના ઉપયોગ અને ટ્રાન્ઝેક્શનના આરોપો પર પૂછપરછ કરી હતી.
એક્ઝિક્યુટિવ નિર્માતા ક્ષિતિજ ની ધરપકડ
એનસીબીએ ધર્મા પ્રોડક્શનના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ નિર્માતા ક્ષિતિજ રવિ પ્રસાદને ન્યાયિક કસ્ટડી માં છ દિવસ માટે અટકાયત માં રાખ્યો છે. શનિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ ટીમે ક્ષિતિજ પર સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો હતો.
કરિશ્મા પ્રકાશ ને સામે બેસાડી કરવામાં આવી દીપિકાની પૂછપરછ
શનિવારે એનસીબીએ આ કેસમાં દીપિકા પાદુકોણને પાંચ કલાક પૂછપરછ કરી હતી. સૂત્રોએ જણાવ્યુ હતુ કે પૂછપરછ દરમ્યાન પાદુકોણ નો સામનો તેની મેનેજર કરિશ્મા પ્રકાશ સામે પણ કરવામાં આવ્યો હતો. એનસીબી ગેસ્ટ હાઉસની બહાર તૈનાત એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, સવારે 9.50 વાગ્યે દક્ષિણ મુંબઇના કોલાબામાં આવેલા ગેસ્ટ હાઉસ ખાતે પહોંચેલી દીપિકા બપોરે સાડા ત્રણ વાગ્યે અહીંથી રવાના થઈ હતી.