સારા અલી ખાન અને દીપિકા પાદુકોણને એનસીબી નુ સમન્સ, ડ્રગ્સ બાબત માં થશે પૂછતાછ

0

સુશાંત સિંહ રાજપૂત ના મોત સાથે સંબંધિત ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલી એનસીબીએ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને સમન્સ મોકલ્યુ છે. દીપિકા પાદુકોણને 25 સપ્ટેમ્બર જ્યારે શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને 26 સપ્ટેમ્બરના રોજ બોલાવવામાં આવ્યા છે. નારોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) ની સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના ઘરે સમન્સ લઇ પહોંચી છે.

હકીકતમાં, એનસીબીને જયા સાહા ની મેનેજર કરિશ્મા સાથે ડ્રગ્સની ખરીદી અને વેચાણ અંગે ની માહિતી એક વોટ્સએપ ચેટ દ્વારા ચેટ મળી છે. માહિતી અનુસાર, ‘ડી’ નો મતલબ ચેટમાં દીપિકા પાદુકોણ નુ નામ સામે આવી રહ્યુ છે. તેમની ચેટ્સમાં ખુલાસો થયો કે દીપિકા પાદુકોણ કરિશ્મા પ્રકાશ પાસેથી લેટેસ્ટ ડ્રગ્સ ‘હૈશ’ ની ડિમાન્ડ કરી રહી છે.

Deepika, Sara Ali, Others Summoned In Drugs Case - Lokmarg - News Views  Blogs  - Deepika Sara Drugs Case

આ હાઈપ્રોફાઈલ ડ્રગ્સના કેસમાં તપાસ કરનારી એજન્સી મોટા પાયે લોકોની પૂછપરછ કરી રહી છે. આ જ ક્રમમાં એનસીબીએ પહેલાથી જ KWAN કંપનીના સીઈઓ ધ્રુવ ચિતગોપેકર, જયા સાહા, શ્રુતિ મોદી સહિત ચાર લોકોની પહેલા જ પૂછપરછ કરી ચુકી છે. એનસીબીએ રિયા અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની વોટ્સએપ ચેટ દ્વારા સૌથી પહેલા સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને રણવીર સિંહની ફેશન ડિઝાઇનર સિમોન ખંબાટા ના નામ મેળવ્યા હતા.

Bollywood drugs case: Deepika, Sara, Rakul, Shraddha summoned by NCB  - untitled 2 660 230920074425

રિયા ચક્રવર્તીએ એનસીબીની પૂછપરછમાં 25 ટોચના બોલિવૂડ સેલિબ્રેટી ના નામ આપ્યા હતા, જે ડ્રગ્સના ઉપયોગમાં સામેલ હતા. સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ દરમ્યાન જે ડ્રગ્સ એન્ગલ બહાર આવ્યો હતો તેમાં રિયા ચક્રવર્તીને 8 સપ્ટેમ્બરના રોજ નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો (એનસીબી) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રિયા ચક્રવર્તી હાલ ન્યાયિક કસ્ટડી માં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here