જાણો આંકડા- છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોરોના ટેસ્ટિંગ થયા છે, સાથે જ ગુજરાતમાં એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે

0

ગઈકાલે ભારતમાં કોરોનાના 48,661 કેસ સામે આવ્યા છે. આ કેસ ફક્ત પાછલા 24 કલાકમાં જ સામે આવ્યા છે. સાથે જ એક દિવસમાં 705 લોકો એ કોરોના ને કારણે જીવ ગુમાવ્યો છે.  કોરોના પોજીટીવ લોકોની કુલ સંખ્યા 13,85,522 એ પંહોચી છે. જેમાંથી 4,67,882 સક્રિય કેસ છે અને 8,85,577 લોકો ઠીક થઈને પરત ફર્યા છે. ત્યાં જ આજ સુધી 32,063 લોકોએ જીવ ગુમાવ્યા છે.

- Corona and conflict 300x205

મહારાષ્ટ્રમાં કોરોના પોજીટીવ પોલીસ કર્મચારીઓની સંખ્યા વધીને 8,483 એ પંહોચી છે.જેમાં 1,919 સક્રિય કેસ છે. 6,471 સંક્રમણ મુક્ત થઈ ગયા છે અને 93 પોલીસ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે.

ગુજરાતમાં ગઈ કાલે 1081 નવા કેસ સામે આવ્યા છે. જે આજ સુધીના સૌથી વધુ આંકડાઓ છે. ગઈ કાલે 22 લોકોની મૃત્યુ થઈ છે. જેથી ટોટલ આંકડો 2305એ પંહોચ્યો છે.

- e0a4b8e0a58de0a4b5e0a4bee0a4b8e0a58de0a4a5e0a58de0a4afe0a495e0a4b0e0a58de0a4aee0a4bfe0a4afe0a58be0a482 e0a4aae0a4b0 e0a4b9e0a4bfe0a482 5f1a77a7a5983 300x169

પાછલા 24 કલાકમાં કોરોના પરીક્ષણની સંખ્યા આજ સુધીની સૌથી વધારે છે. 24 કલાકમાં 4,42,031 લોકોનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને પહલી વખત સરકારી જાંચ કેન્દ્રોએ 3,62,153 જેટલા લોકોનું કોરોના પરીક્ષણ કર્યું છે. પ્રાઈવેટ લેબએ ગઇકાલે એક જ દિવસમાં 79,878 કોરોના પરીક્ષણ કર્યા હતા.

- e0aa86 9 e0aab0e0aabee0aa9ce0ab8de0aaafe0ab8be0aaa8e0ab87 e0aa9ae0aa95e0aabee0aab8e0aaa3e0ab80 e0aab5e0aaa7e0aabee0aab0e0aab5e0aabe 5f1b1fd7110e4 300x169

25 જુલાઇ સુધીના આંકડાની વાત કરીએ તો કોરોનાના પરીક્ષણની કુલ સંખ્યા 1,62,91,331 જેટલી પંહોચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here