નો બજેટ ફિલ્મ્સ દ્વારા લાઈફની નાની મોટી પ્રોબ્લેમ્સને ગુજરાતી કૉમેડી કન્ટેન્ટ બનાવી દર્શાવી રહ્યું છે.

0

નો બજેટ ફિલ્મ્સ હાલ અનલોકમાં દર્શકો માટે નવો ફ્રેશ ગુજરાતી કન્ટેન્ટ બનાવી રહી છે. જેથી લોકોને કંઈક નવું જોવા મળે. નો બજેટ ફિલ્મ્સની ટિમ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે હાલમાં જ લોકડાઉન પત્યું છે અને લોકો ખૂબ સ્ટ્રેસમાં જીવન વિતાવી રહ્યાં છે. ત્યારે મનોરંજન દ્વારા અમે લોકોનો સ્ટ્રેસ દૂર કરવા માંગીએ છીએ. અને લોકોને ફ્રેશ ગુજરાતી કન્ટેન્ટ પીરસવા માંગીએ છીએ. હાલમાં અમે આ દરેક વિડીયો યુટ્યુબ પર અપલોડ કરી રહ્યાં છીએ. અને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

નો બજેટ ફિલ્મ્સની ટિમ વધુમાં જણાવે છે કે અમે એવો કન્ટેન્ટ લોકોને પીરસવા માંગીએ છીએ. જે તેમની રોજિંદા જીવનમાં બનતું હોય અને તેમાંથી કંઈક મનોરંજન અને મોટિવેશન મળતું હોય. અને આવા કન્ટેન્ટ ગુજરાતમાં ખૂબ ઓછા બને છે. જેથી અમારી ટિમ આવો કન્ટેન્ટ બનાવી દર્શકોને કંઈક નવું આપવાનો પ્રયાસ કરી રહી છે.

 

- PORTRAITSTONERS 2

હાલ આ ટિમમાં 6 વ્યક્તિઓ છે. અંકિત સખિયા, દુષ્યંત વ્યાસ, અજય સાગરિયા, શુભમ ગજ્જર, યતિન શીંગળા અને નિર્મલ ડોબરીયા છે. આ યુવાનો યુવા પેઢીને નવા કન્ટેન્ટ દ્વારા મનોરંજન કરાવા માંગે છે.

2017માં અમે નો બજેટ ફિલ્મની શરૂઆત કરી હતી. અને પહેલા અમે શોર્ટ ફિલ્મ બનાવતા અને હાલમાં જ એક વેબસિરિઝ પણ બનાવી. જે આવનારા સમયમાં રિલીઝ થશે. ત્યારબાદ અમે લોકડાઉનમાં શૂટિંગ બંધ હોવાથી નક્કી કર્યું કે અમે યુટ્યુબમાં કોમેડી વિડીયો બનાવી કંઈક નવું આપવાનો પ્રયાસ કરીએ. અને લોકોને આ કન્ટેન્ટ પસંદ પડી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here