કળિયુગના રાવણનો અંત નજીક છે કે પછી અંત આવી જ ગયો છે?

0

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જૉન-ઉન પર તાજેતરમાં જ એક સમાચાર સામે આવ્યા છે. સૂત્રો અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે તાનાશાહ કિમ જૉન-ઉનની હાલત ખૂબ જ ગંભીર છે. અને અમેરિકન મીડિયા દ્વારા અટકળો લગાવવામાં આવી રહી છે કે તે બ્રેનડેઈડ છે. જ્યારે જાપાન મીડિયાની પણ કિમ જૉન-ઉન પર ખાસ્સી એવી નજર છે. જો કે મહત્વની વાત તે છે કે ઉત્તર કોરિયાનું મીડિયા આ વાતની કંઈ જ સ્પષ્ટતા કરી રહ્યું નથી, જો કે ઉત્તર કોરિયાનું એન.કે. ડેઈલી પણ આ વાતને લઈને કોઈ સ્પષ્ટતા કરી રહ્યું નથી.

અમેરિકાની ખુફિયા એજેન્સી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયાના નેતા કિમ જૉન ઉનની કાર્ડિયોવસ્ક્યુલરને લઈને ઈલાજ ચાલી રહ્યો હતો. અને જેને લઈને સર્જરી કરવામાં આવી હતી, ત્યારબાદ તેમની સ્થિતિ વધારે ગંભીર જોવા મળી રહી છે.

આ પણ વાંચો -  145 નવા જિલ્લાઓ દેશમાં કોરોના હોટસ્પોટ્સ બની શકે છે, સ્થળાંતરીત કામદારોને કારણે કેસ વધી ગયા

આ વાતે ત્યારે વેગ પકડ્યો જ્યારે તે દેશના સ્થાપના દિવસ અને પોતાના દાદાજીની 108માં જન્મદિનના કાર્યક્રમમાં જોવા મળ્યા ન હતા.

ઘણાં સમયથી બિમાર છે તાનાશાહ કિમ જૉન ઉન
ઉત્તર કોરિયાના ડેઇલી એન.કેના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ઘણાં મહિનાથી કિમ જૉન ઉનની હાલત ખૂબ ગંભીર છે. જેમનું કારણ પણ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તેમનું વધારે પડતું ધૂમ્રપાન, વધારે પડતું મોટું શરીર અને ચરબીના કારણે તે છેલ્લા ઘણાં સમયથી હેરાન થઈ રહ્યા છે.

અમેરિકન મીડિયા સીએનએનના રિપોર્ટ મુજબ નોર્થ કોરિયાના મીડિયામાં કિમ જૉનની તબિયતને લઈને કોઈ સમાચાર આપવામાં આવ્યા નથી. તેમનું કારણ એક એ પણ છે કે ત્યાંનું મીડિયા સંપૂર્ણ રીતે સરકારના નિયંત્રણમાં છે. જેમનાં કારણે ઉત્તર કોરિયાથી કિમ જૉનને લઈને કોઈ સાચા સમાચાર નથી આવી રહ્યા.

આ પણ વાંચો -  લોકડાઉન 4.0.:ટ્રેનો દ્વારા 50 લાખ પરપ્રાંતિય મજૂરો ગુજરાત જવા રવાના થયા છે

કિમ જૉન ઉન છેલ્લી વખત 11 એપ્રિલે જોવા મળ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર જણાવામાં આવી રહ્યું છે કે કિમ જૉન છેલ્લી વખત 11 એપ્રિલે જોવા મળ્યા હતા. જેમાં તેમણે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. અને કોરોના વાયરસને લઈને કડક પગલાં લેવા માટેનાં આદેશ કર્યા હતા. એટલું જ નહિ પરંતુ 14 એપ્રિલે મિસાઈલ પરિક્ષણના કાર્યક્રમમાં પણ ગેરહાજર રહ્યા હતા.

કિમ જૉન પર યુરોપ અને એશિયાના ઘણાં દેશો અને મીડિયાની નજર

કિમ જૉન ઉનની તબિયતને લઈને યુરોપ અને એશિયાના ઘણાં દેશો નજર લગાવીને બેઠા છે. ઘણાં ઓફિશિયલ મીડિયાના અધિકારીઓ સૂત્રો મુજબ એવું પણ જણાવી રહ્યાં છે કે કદાચ કિમ જૉન હવે જીવિત નથી જો કે ચાઈનીઝ મીડિયાના એક અહેવાલ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ” અમે અમેરિકી મીડિયા એજેન્સી પર શંકા વ્યક્ત કરીએ છીએ અને એવું અમને કશું ગંભીર લાગી રહ્યું નથી.”

આ પણ વાંચો -  પંજાબ સરકારે 30 જૂન સુધી લોકડાઉન વધાર્યું, જાણો, પ્રતિબંધોમાં રાહતની શું જાહેરાત કરવામાં આવી?

પોસ્ટ : – નીરજ નાવડિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here