હવે ગુજરાતી ફિલ્મો પણ બોલીવુડ અને સાઉથની ફિલ્મોને ટક્કર આપે તેવી બની રહી છે.

0
212

આજ-કાલ ગુજરાતી ફિલ્મો પોતાનો જલવો દેખાડવામાં બોલીવુડની ફીલ્મોથી કઇં પાછળ નથી રહી, ગમે તેવી બ્લોકબસ્ટર મોટા બજેટવાળી બોલીવુડ ફિલ્મો સામે અત્યાર સુધી માત્ર ટકી રહી હોઈ એવી બહુ જ જુજ ગુજરાતી ફિલ્મ છે, પરંતુ હવે આ પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવતો દેખાઈ આવે છે. હવે તો ગુજરાતી ફિલ્મો 35 અઠવાડિયા સુધી થિયેટરમાં ચાલે છે. આથી કહી શકાય કે હવે ગુજરાતી ફિલ્મોનું લોક-આકર્ષણ વધ્યું હોય તેવું લાગે છે. અને સાથે-સાથે હવે ગુજરાતી ફિલ્મો બૉલીવુડ ફિલ્મો સામે ટક્કર પણ લેવા લાગી છે.

હવે ગુજરાતી ફિલ્મો પણ બોલીવુડ અને સાઉથની ફિલ્મોને ટક્કર આપે તેવી બની રહી છે. WhatsApp Image 2019 10 02 at 11

ગુજરાતી ફિલ્મો માત્ર ગુજરાત પુરતી કે ભારત પુરતી સીમિત ન રહેતા ગુજરાતી ફિલ્મોના શૉ હવે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પણ જોવા મળે છે. હમણાં હમણાં જ 66માં નેશનલ ફિલ્મ એવાર્ડમાં બેસ્ટ ફીચર ફિલ્મનો પુરસ્કાર પણ ગુજરાતી ફિલ્મને જ મળ્યો છે. તેનું નામ છે “હેલ્લારો”.આ ફિલ્મ 8 નવેમ્બરના રોજ આપના નજીકના થીયેટરમાં જોવા મળશે.

આ ફિલ્મને પુરસ્કાર માટે પસંદ કરતા નેશનલ ફિલ્મ એવોર્ડ ના જ્જ જણાવે છે કે હેલ્લારો એક એવી ગુજરાતી ફિલ્મ છે કે જે તેમણે આજ સુધી એવી કોઈ પણ ફિલ્મ જોઈ નથી. હેલ્લારો ભલે આટલાં મોટા ગજ્જાની ફિલ્મ હોય તેમ છતાં તેની સામે સંકટના વાદળો ઘેરાયેલાં રહેશે. કારણકે તેની સામે જ્હોન અબ્રાહમ અને અનિલ કપૂરના લીડ રોલવાળી પાગલપંતી સાથે આ ગુજરાતી ફિલ્મ ટકરાશે. જેથી હવે લોકોના પ્રતિભાવને આધારે નક્કી કરી શકાશે.

હવે ગુજરાતી ફિલ્મો પણ બોલીવુડ અને સાઉથની ફિલ્મોને ટક્કર આપે તેવી બની રહી છે. WhatsApp Image 2019 10 02 at 11

હેલ્લારો ફિલ્મ પ્રીવ્યુ

આ ફિલ્મને સારથી પ્રોડક્શન દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે તથા આ ફિલ્મને આયુષ પટેલ, મિત જાની અને પ્રતિક ગુપ્તા દ્વારા કો-પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ અભિષેક શાહ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે આ ઉપરાંત મેહુલ સુરતી એ મ્યુઝિક આપ્યું છે. આ ફિલ્મમાં 13 એક્ટ્રેસ જોવા મળશે જેમાંની “પપ્પા તમને નહીં સમજાય” ની ફેમ શ્રધ્ધા ડાંગર પણ જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મમાં “મોન્ટુ ની બીટ્ટુ” ફેમ મૌલીક નાયક તથા “શું થયુ” અને “છેલ્લો દિવસ” જેવી ફિલ્મોમાં જોરદાર કીરદાર ભજવનાર આર્જવ ત્રિવેદી ઉર્ફે( ધૂલો -છેલ્લો દિવસ ) તથા આ ફિલ્મમાં બોલીવુડ, ટીવી સીરીયલ અને લગભગ એકટીંગના બધા જ ક્ષેત્રમાં કામ કરી ચુકેલા જયેશ મોરે પણ લીડ રોલમાં જોવા મળશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here