અનુપમ ખેરએ નરેન્દ્ર મોદીને અત્યાર સુધીના સૌથી સારા પ્રધાનમંત્રી કહ્યા ,સાથે જ વખાણ કરતાં કહી આ વાતો

0

બોલિવુડના ખૂબ જ પ્રચલિત અભિન્ર્તામાંથી એક એવા અનુપમ ખેર એ હમેંશા સામાજિક અને રાજનૈતિક મુદ્દાઓમાં પોતાનો વિચાર લોકો સુધી પંહોચડે છે. ઘણા ખાસ અને પ્રચલિત મુદ્દાઓમાં અનુપન ખેરે પોતાનો પક્ષ રાખ્યો છે. અને એને કારણે જ એ વારંવાર ચર્ચાનો વિષય બને છે.

- anupam kher narendra modi

હાલમાં જ અનુપમ ખેરે એક અંગ્રેજી ન્યૂજપેપરમાં એક લેખ લખ્યો અને એ લેખમાં તેને નરેન્દ્ર મોદીને આજ સુધીના સૌથી સારા વાદપ્રધાન ગણાવ્યા છે. સાથે જ એમના વિષે ખરાબ વાતો કરતાં લોકો વિષે પણ ઘણું ખરું લખ્યું છે. આ બધુ લખવા પાછળ એમને ઘણા કારણો અને તર્કો પણ જણાવ્યા છે.

- modi anupam kher 20090720

અનુપમ ખેરે લખ્યું છે કે, ‘પીએમ નરેન્દ્ર મોદીએ 19 વર્ષ સુધી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી રૂપે 19 વર્ષ વિતાવ્યા છે અને પછી ટેમો પ્રધાનમંત્રીના પદે પંહોચ્યા છે. અને એને જ કારણે પ્રશાસનિક ગતિવિધિઓ એ ખૂબ સારી રીતે ચલાવી શકે છે. નરેન્દ્ર મોદી આ લોકતંત્રને ખૂબ ઊંડાણપૂર્વક સમજી શકે છે. એ  કોઈ એક પાર્ટી કે પક્ષ સુધી જ આ લોકતંત્ર ઉપર વિશ્વાસ નથી કરતાં. ભારતદેશની જનતાનો પીએમ ઉપર આટલો બધો વિશ્વાસ એટલા માટે છે કે એમની રણનીતિ અને દેશને ચલાવવાની યોજના ખૂબ જ સારી રીતે સફળ નીવડે છે.

- anupam kher shared pictures with the prime minister on twitter

અનુપમ ખેરે આગળ લખ્યું કે પીએમ મોદીની ધન જન યોજનાથી 40 કરોડ નાગરિકોના ફક્ત બેન્ક ખાતા છે એ સિવાય પીએમ કિસાન, અટલ પેન્શન યોજના , આયુષમાન ભારત, પીએમ ફસલ યોજના અને ઉજ્જવલ યોજના જેવી કેટલીય યોજનાઑ દેશના કલ્યાણ માટે ખૂબ જ સફળ સાબિત થઈ છે. એમને તેના આર્ટીકલમાં પીએમમોદીના બીજા પણ ખુ વખાણ કર્યા છે અને એમને અત્યાર સુધીના સૌથી સારા પ્રધાનમંત્રી જણાવ્યા છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here