ડિસેમ્બર 2019માં દરેક ટેલોકોમ કંપનીઓએ તેના ગ્રાહકોને જટકો આપતા દરેક ટૈરીફ પ્લાન મોંઘા કરી દીધા હતા પણ હવે ફરી એક વખત ગ્રાહકોને આઘાત પંહોચવાનો છે. લોકડાઉન અને કોરોના સંક્રમણની માર વોડાફોન, આઇડિયા અને એરટેલ ઉપર પણ પડ્યો છે. અને તેની ભરપાઈને કારણે એ દરેક કંપનીઓ ફરી તેના પ્લાન મોંઘા કરી શકે છે.
પાછલા વર્ષે ટૈરીફ પ્લાન 10-40 ટકા મોંઘો થયો હતો હવે ફરી એરટેલ અને વોડાફોન આઇડિયા એ ફરી પ્લાન મોંઘો કરવાની તૈયાયરીમાં છે. આનો દાવો સીએનબીસીના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આ ત્રણ કંપનીઓ તેનો ટૈરીફ પ્લાન 2-5 ટકા મોંઘો કરવામાં આવ્યો છે અને હવે દર છ મહિને 10 ટકા સુધી વધારવામાં આવશે. જો કે આ ટેલોકોમ કંપનીઓ એ હજુ સુધી કોઈ દાવો કર્યો નથી પણ જલ્દી જ નવા પ્લાન બહાર પાડવામાં આવશે.