વેલેન્ટાઇનનાં દિવસે વાણી મ્યૂઝિક દ્વારા ઐશ્વર્યા મજમુદાર અને દિવ્ય કુમારના મધુર કંઠે ગવાયેલ ગીત “વ્હાલો લાગે”નું પોસ્ટર થયું રિલિઝ

0

છેલ્લાં બે વર્ષથી એક પ્રેમભર્યા ગીત પર કાર્ય કરી રહેલ ટીમ વાણી મ્યુઝિકે વેલેન્ટાઇન ના દિવસે “વ્હાલો લાગે”ગીતનું પોસ્ટર રિલિઝ કર્યું. ઐશ્વર્યા મજમુદાર અને દિવ્ય કુમાર દ્વારા ગવાયેલ આ મધુર ગીતમાં શ્રધ્ધા ડાંગર અને ભાવિન ભાનુશાલી રાધા કૃષ્ણના અવતારમાં જોવા મળશે. વાણી મ્યૂઝિક આ ગીત પાછળ ઘણી મેહનત કરી છે.આ ગીતના શબ્દો અને સ્ટોરી સંદિપા ઠેશિયા દ્વારા લખવામાં આવી છે. કોઈપણ ગીતને સુંદર બનાવવામાં સંગીતએ મુખ્ય ભૂમિકા ભજવે છે અને આ ગીતનું મ્યુઝિક સ્મિત દેસાઈ દ્વારા આપવામાં આવ્યું છે. આ ગીતને ડિરેક્ટ અંકિત સખિયા એ કર્યુ છે જ્યારે કોરિયોગ્રાફી કુનાલ ઓધેધરાએ કરેલી છે. આ ગીતને અંકિત પાઘડાળ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે.

પ્રેમના દિવસે પ્રેમ ગીતનું પોસ્ટર રિલિઝ કરનાર વાણી મ્યૂઝિક ટુંક સમયમાં આ પ્રેમ ગીત “વ્હાલો લાગે”તેમની યુટ્યૂબ ચેનલ વાણી મ્યૂઝિક પર રિલિઝ કરશે.કૃષ્ણ અને રાધાનો પ્રેમ અમર છે અને એ પ્રેમની લાગણીઓ તમને આ સુંદર ગીતમાં જોવા મળશે. જેમાં શ્રદ્ધા ડાંગર રાધાના રૂપમાં એકદમ પ્રેમાળ સ્વરૂપમાં તેમજ ભાવિન ભાનુશાલી કૃષ્ણના રૂપમાં ખુબ જ સારી રીતે અભિનય કરતા દેખાશે.આ મધુર પ્રેમમાં રાધા કૃષ્ણનું નયનરમણિય અને પ્રેમભર્યું ગીત લોકો માટે ખુબ જ પ્રિય બનશે.વેલેન્ટાઇન એટલે પ્રેમ,ભાવ અને લાગણીને વર્ણવવાનો દિવસ અને આ દિવસે વાણી મ્યૂઝિકે પ્રેમભર્યા ગીત “વ્હાલો લાગે”ની એક નાનકડી ઝલક રિલિઝ કરી છે.

પ્રેમભર્યું ગીત લાવનાર વાણી મ્યૂઝિકે ઘણાં નવા ગીતો તેમની યુટ્યૂબ ચેનલ પર મુકેલા છે અને હવે તેમનું એક નવું પ્રેમ ગીત “વ્હાલો લાગે” થોડા સમયમાં આવી રહ્યું છે. જે તમને કૃષ્ણ અને રાધાના પ્રેમને ખુબ સુંદર રીતે પ્રસ્તુત કરશે.આ ગીત લોકો માટે કર્ણપ્રિય બની રેહશે. વાણી મ્યૂઝિક ચેનલ પર ટુંક જ સમયમાં આ ગીત જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here