સોમનાથ મદિરમાં દર્શન કરવા જવું હોય તો હવે કઢાવવો પડશે ઓનલાઈન પાસ….

0
શ્રાવણ મહિના પહેલા જ દિવસે એટલે કે ગઈ કાલે મંગળવારે 12 જ્યોતિર્લીંગમાં ના એક એવા સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથમાં અઢળક લોકો દર્શન કરવા પહોંચી ગયા હતા.
અને સાથે જ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન ન થતા પોલીસે અંતે દર્શનાર્થીઓ પર લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. શ્રાવણ મહિનામાં દર્શનાર્થીઓની ભીડ તો રેહવાની જ છે. અને તેને જોઈને મંદિરમાં દર્શન કરવામાટે સમય વધારવામાં છે.
- shiv 1 300x167
અને સાથે જ  પેહલા દિવસે દર્શનાર્થીઓની ભીડ જોઈને પ્ર્શાસને એન નવો નિર્ણય બહાર પાડ્યો છે. હવે જે કોઈ પણ દર્શનાર્થીઓને સોમનાથમાં દર્શન કરવા જવું હશે તો એમને ઓનલાઈન પાસ કઢાવવો પડશે. અને પાસ મળ્યા પછી જ મંદિરના પરિસરમાં તેમણે એન્ટ્રી મળશે. જો કે આ નિયમ વેરાવળના સ્થાનિક લોકો માટે લાગુ પડશે નહીં. એ લોકો ગયે ત્યારે દર્શન કરવા જઇ શકશે.
- somnath 1 3 300x222
આ નિર્ણય સોમનાથ મંદિરના ટ્રસ્ટે કાલે ઉમટી પડેલ ભીડને જોઈને લીધો છે, જણાવી દઈએ કે ગઈ કાલે સોમનાથમાં દર્શનાર્થીઓની સંખ્યા 10,000 ને પણ વટાવી ગઈ હતી. અને એટલા માટે જ શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મંદિર પરિસરમાં અવયસ્થા ફેલાઈ ગઈ હતી. જેને કારણે પોલીસ દર્શનાર્થીઓ પર લાઠી ચાર્જ કરવામાટે મજબૂર બન્યા હતા.
ગઇકાલે સોમનાથમાં વધી રહેલ દર્શનાર્થીઓની સંખ્યાને જોઈ પોલીસ તેમણે સંભાળવા પંહોચી હતી અને તેવામાં જ ધીરજ ગુમાવેલ અમુક દર્શનાર્થીએ પોલીસ પર હાથ ઉઠાવ્યો હતો જેને કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. કો કે સૌરાષ્ટમાં આવેલ બીજા પ્રાચીન મંદિર જેવા જે ડાકોર અને કુબેરભંડારી જેવા મંદિરો બંધ જ રાખવામા આવ્યા છે.
- somnath crowd 2 1 300x225
સોમનાથ મદિરમાં શ્રાવણ માસમાં દર્શન કરવમો સમય પેહલા 6:30 થી કરીને સાંજે 7:30 વાગ્યા સુધીનો હતો પણ લોકોની ભીડ જોયા બાદ એ સમય વધારવામાં આવ્યો છે. હવે મંદિર સવારના 6 વાગ્યાથી કરીને સાંજે 9:15 સુધી ખુલ્લુ રહશે.
શ્રાવણ માસ સિવાયના દિવસોમાં મંદિર સવારમાં 7:30 થી  કરીને બપોરે 11:30 સુધી અને ત્યારબાદ બપોરે 12:30 થી કરીને સાંજે 6:30 સુધીનો હતો.
સોમનાથ મંદિર દ્વારા  સોમવારે જ ગાઈડલાઇન બહાર પાડવામાં આવી હતી કે દર્શન કરવા આવેલ દર્શનાર્થીઓએ માસ્ક પહરવું  ફરજિયાત છે સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું ખૂબ જ જરૂરી છે અને 3-4 ફૂટની દુરીથી જ દર્શન થઈ શકશે , પણ આજકાલ લોકોમાં ધીરજની ખામીને કારણે આવી [પરિસ્થિતી ઊભી થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here