મહાત્મા ગાંધીની 150મી વર્ષગાંઠ પર રાજસ્થાન સરકાર દ્વારા પાન મસાલા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

0
21

મહારાષ્ટ્ર અને બિહાર સરકાર પછી રાજસ્થાન સરકાર આ પ્રકારના પગલાની જાહેરાત કરતું ત્રીજું રાજ્ય બન્યું છે. યુવાનોને આવી તમાકુયુક્ત પેદાશના વ્યસનોથી બચાવા માટે આ પહેલ કરવામાં આવી છે.
આ નિર્ણયની ઘોષણા કરતી વખતે રાજસ્થાનના આરોગ્ય પ્રધાન રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ‘હવે રાજ્યમાં ફૂડ સેફટી એક્ટ હેઠળ તમાકુયુક્ત તમામ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. યુવાનોમાં વ્યસનને રોકવા માટે લેવામાં આવેલ આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે જે રાજ્યમાં તમાકુયુક્ત પેદાશોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં. ‘

પાન મસાલાની કેટલીક કેટેગરીમાં પ્રતિબંધ લાગુ કરવામાં આવશે જેમાં મેગ્નેશિયમ કાર્બોનેટ, નિકોટિન, તમાકુ, મીનરલ ઓઇલ અને સ્વાદવાળી ‘સુપારી’નો સમાવેશ થાય છે.
મે મહિનામાં રાજસ્થાન સરકારે રાજ્યમાં ઇ-સિગારેટ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here