વૈશ્વિક મહામારી કોરોના વાઇરસથી બચવા માટે લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા પ્લાન અનિવાર્ય કરી રહ્યા છે. પણ જ્યાંથી આ વાઇરસની ઉત્પતિ થઈ છે કોરોનાના કેન્દ્ર ચીનમાં આવા બધા નિયમોનું મજાક બનાવાઇ રહ્યું છે. કોરોના વાઇરસ ફેલાવવાના લગભગ આઠ મહિના પછી કિનમાં કેટલાય શહેરોમાં લોકો જશ્ન મનાવે છે અને પાર્ટીઓ કરે છે.
ચીનની રાજધાની બીજિંગની પાસે આવેલ હેબેઇની આબાદી લગભગ 7.5 કરોડની છે અને ગયા અઠવાડિયે ત્યાં એક મ્યુજિક કોન્સર્ટ થયો હતો જેમાં લગભગ 4 હજાર જેટલા લોકો આવ્યા હતા અને લોકોએ આનંદ પૂર્વક ઉજવણી કરી હતી.
ત્યાં જ પૂર્વ ચીનમાં 91 લાખની આબાદી ધરાવતા કિંગદા શહેરમાં બીયર ફેસ્ટિવલ યોજાયો હતો અને તેમાં લગભગ 3 હજાર જેટલા લોકો શામેલ થયા હતા. અને એ પાર્ટીમાં લગભગ 95 ટકા લોકોએ માસ્ક નહતા પહેર્યા.
1.11 કરોડની આબાદી ધરાવતું વુહાન ચીન નું એ જ શહેર છે હયાથી કોરોના વાઇરસ આખી દુનિયામાં ફેલાયેલ છે. એવામાં વુહાનમાંથી અમુક તસ્વીરો સામે આવી છે જ્યાં લોકો નાઈટ ક્લબ અને પુલ પાર્ટીઓમાં હિસ્સો લેતા દેખાય છે. હજારો લોકો આ પાર્ટીમાં શામેલ થયા હતા અને કોઈએ પણ માસ્ક પહેર્યું નહતું.