ટીનેજર્સ ની સામે સુસ્ત કોરોના! 20 વર્ષ થી ઓછી ઉમર વાળા લોકો ને ઓછો ખતરો : WHO
એક રિપોર્ટ પ્રમાણે, વૈશ્વિક સ્તર પર 20 વર્ષ થી ઓછા 10 ટકા થી ઓછા લોકો વાયરસ ની ચપેટ માં આવ્યા છે.
કોરોના વાયરસ ની દહેશત દિન પ્રતિદિન વધી રહી છે. આ ભયંકર બીમારી ની સૌથી ઓછી અસર ટીનેજર્સ પર જોવા મળી છે. એક રિપોર્ટ પ્રમાણે, અત્યાર સુધી કોવિડ-19 થી 20 વર્ષ થી ઓછા ઉમર ના 0.2 ટકા થી પણ ઓછા લોકો ની મૃત્યુ થયુ છે. WHO ના પ્રમુખ એ કહ્યુ કે બાળકો અને યુવાનો માં આ ભયંકર બીમારી ના ખતરા અને મોત ના આંકડા ને સમજવા માટે હજુ શોધ ની આવશ્યકતા છે.
WHO ના ડાયરેકટર જનરલ ટેડ્રસ અધનોમ એ કહ્યુ, ‘અમે જાણીએ છીએ કે આ વાયરસ બાળકો નો જીવ લઈ શકે છે, પરંતુ બાળકો માં તેનુ હલકુ ઇન્ફેક્શન જોવા મળે છે.’ WHO એ પણ માન્યુ કે બાળકો અને યુવાઓ માં કોરોના થી સંક્રમિત અને તેના થી મરવા વાળાઓ ની સંખ્યા ખૂબ ઓછી છે. સંક્રમિત બાળકો અને કિશોરો માં સંભવિત લોન્ગ ટર્મ હેલ્થ ઇફેક્ટ છુપાયેલા હોય છે.
જોકે, બાળકો પર વાયરસ નો સૌથી ગંભીર સ્વાસ્થ્ય પ્રભાવ ઓછો જોવા મળે છે. ટેડ્રસ અધનોમ એ ચેતવણી આપતા કહ્યુ કે બાળકો અને કિશોરો પર અલગ રીતે વાયરસ નો પ્રભાવ પડ્યો છે. તેમણે ઘણા એવા દેશો ના ઉદાહરણ આપ્યા જ્યાં જરૂરી ન્યુટ્રિશન અને ઇમ્યુનાઇઝેશન ની સેવાઓ બંધ થઈ ગઇ છે. લાખો બાળકો શિક્ષા મેળવવા માટે સ્કૂલ સુધી નથી જઈ શકતા.
WHO પ્રમુખે કહ્યુકે ઘણા દેશો માં સ્કૂલ ખુલી ગઈ છે. તેવામાં બાળકો ની સુરક્ષા ની જવાબદારી ના ફક્ત સરકાર અને પરિવારો એ ઉઠાવવી જોઈએ, પરંતુ સમુદાય માં રહેવા વાળા દરેક વ્યક્તિઓ એ ઉપાયો સાથે તેઓનો બચાવ કરવો જોઈએ. જે દેશો માં હજુ સુધી સ્કૂલ બંધ પડી છે, ત્યાં ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા બાળકો ની શિક્ષા ચાલુ રાખવાની ગેરંટી હોવી જોઈએ.