ગુજરાતમાં લગાતાર વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે અનેક નદીઓ અને જલાશયમાં પાણીની ખૂબ આવક થઈ રહી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સુંદર અને મનને શાંતિ પંહોચડે એવો વિડીયો તેના સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યો છે. આ વિડિયોમાં મોઢેરાનાં સૂર્ય મંદિરનો એક સુંદર અને મન મોહી લે એવો નજારો દેખાય છે.
‘
Modhera’s iconic Sun Temple looks splendid on a rainy day 🌧!
Have a look. pic.twitter.com/yYWKRIwlIe
— Narendra Modi (@narendramodi) August 26, 2020
મોઢેરાનાં સૂર્યમંદિરનો વિડીયો શેર કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,’મોઢેરાનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર વરસાદના દિવસોમાં આવું શાનદાર દેખાઈ રહ્યું છે’
જણાવી દઈએ કે છેલ્લા થોડા દિવસોથી ગુજરાત રાજ્યમાં લગાતાર વરસાદ વરસી રહ્યો છે. રાજીના ઘણા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને ડેમ ના દરવાજા ખોલવાની સ્થિતિ પેદા થઈ છે. ગુજરાતનાં કચ્છમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે એ ઉપરાંત વરસાદને કારણે ગીર સોમનાથ જેવા બીજા ઘણા ગામ અને શહેરો પ્રભાવિત થયા છે.
એ પહેલા રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ તેના સોશિયલ મીડિયામાં બીજો એક વિડીયો શેર કર્યો હતો. એમાં તેમનો કુદરત પ્ર્ત્યેનો પ્રેમ સાફ દેખાઈ આવતો હતો. પ્રધાનમાંથી તેના ઘરના ફળિયામાં મોરને દાણા ખવડાવતા નજર આવતા હતા.