કોરોના ના વધતા કેસો ને લઈને બોલ્યા PM મોદી – જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી…..

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કોરોના વાયરસ મહામારી દરમ્યાન લોકો ને બેદરકારી પર એક નારો આપી સમજાવવાની કોશિશ કરી છે. તેમણે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત મધ્યપ્રદેશ ના 12,000 ગામો માં નિર્મિત 1.75 લાખ આવાસો નુ લોકાર્પણ કરી હિતગ્રાહીઓ ના ગૃહપ્રવેશ ને ઓનલાઈન કાર્યક્રમ દ્વારા સંબોધિત કર્યા હતા. આ દરમ્યાન તેમણે કોરોના વાયરસ વેકસીન બનવા સુધી સતર્કતા દાખવવા ની અપીલ કરી. પીએમ મોદીએ પોતાના સંબોધન માં કહ્યુ, ‘જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલતા નહીં. બે ગજ નુ અંતર, માસ્ક છે જરૂરી.’

PM Narendra Modi At All-Party Meet On Ladakh Clash: Our Posts Have Not Been  Occupied  - cq03dq8k pm modi online pti  625x300 12 June 20

તે દરમ્યાન દેશ ના દરેક બેઘર ને ઘર આપવાનુ વચન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહ્યુ કે સામાન્યરીતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એક ઘર બનવામાં માં 125 દિવસ નો સમય લાગે છે, પરંતુ કોરોના કાળ માં પ્રવાસી મજૂરો ના શહેરો થી પોતાના ગામ આવવાને લીધે ગૃહ નિર્માણ માં ફક્ત 45 થી 60 દિવસ નો સમય લાગ્યો છે. પ્રધાનમંત્રી એ કહ્યુકે આપદા ને અવસર માં બદલવાનુ આ ઉત્તમ ઉદાહરણ છે.

COVID-19 pandemic: PM Modi announces extension of free ration scheme for  poor till November  - 911356 modi address may 12 2

પ્રધાનમંત્રીએ કહયુ, ‘આજે મધ્યપ્રદેશ માં સામુહિક ગૃહ પ્રવેશ નો આ સમારોહ પોણા બે લાખ ગરીબ પરિવારો માટે પોતાના જીવન ની યાદગાર ક્ષણ છે, દેશ ના દરેક બેઘર ને પાકકુ ઘર આપવાની દિશા માં પણ એક મોટુ પગલુ છે. આજનો આ કાર્યક્રમ મધ્યપ્રદેશ સહિત દેશ ના દરેક બેઘર સાથીઓ ને એક વિશ્વાસ દેવા વાળો સમય છે.’ તેમણે કહ્યુ, ” જેનુ અત્યારસુધી ઘર નથી, એક દિવસ તેનુ ઘર પણ બનશે. તેનુ પણ સ્વપ્ન પૂર્ણ થશે.”

Bring home dogs of Indian breed, create Indian games for computers — PM  Modi on Mann ki Baat  - PM Modi e1599465478773

મોદીએ કહ્યુકે આજ નો દિવસ કરોડો દેશવાસીઓ ના તે વિશ્વાસ ને પણ મજબૂત કરે છે કે સાચી નિયત થી બનાવેલી સરકારી યોજનાઓ સફળ પણ થાય છે અને લાભાર્થીઓ સુધી પહોંચે પણ છે.

From Shah to Goyal, ministers laud 'Covid-19 hero Modi' in media blitz on  NDA anniversary  - Modi lockdown

તેમણે કહ્યુ, “જે સાથીઓ ને આજે પોતાનુ ઘર મળ્યુ છે તેની અંદર ના સંતોષ તેમજ આત્મવિશ્વાસ ને હું અનુભવ કરી શકું છુ. હું આપ સૌ સાથીઓ ને તેટલુ જ કહીશ કે આ ઘર તમારા ઉચ્ચ ભવિષ્ય નો નવો આધાર છે. અહીં થી તમે તમારા નવા જીવન ની શરૂઆત કરો. તમે આગળ વધશો તો દેશ પણ આગળ વધશે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here