સમગ્ર ભારત વર્ષમાં સ્વતંત્રતાની 74મી વર્ષગાંઠા ખૂબ જ હર્ષો-ઉલ્લાસથી ઉજવાઇ રહી છે. કોરોનાના પ્રકોપને કારણે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં ધ્વજારોહણ કરતાં નજરે ચઢ્યા છે. એ સમય દરમિયાન થોડી એવી તસ્વીરો પણ સામે આવી છે જે જતાવે છે કે કેટલીયે પરેશાનીઓ અને મુશ્કેલીઓની વચ્ચે આપના દિલોમાંથી દેશ પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. બહરાઇચના બૌંડી પોલીસ સ્ટેશનના પરિસરમાં પૂરનું પાણી ભરાયેલ હતું અને એવામાં ત્યના પોલીસ કર્મીઓ એ પાણી વચ્ચે ઊભા રહીને ધ્વજારોહણ કર્યું અને તિરંગાને સલામી આપી.
જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટર દૂર બૌંડી પોલીસ સ્ટેશન પુરના પાણીથી ડૂબેલ હતું. એવામાં ત્યાંના પોલીસ કર્મીઓ એ તેની ડ્યુટી ખૂબ સારી રીતે નિભાવી હતી. પાણીમાં ઊભા રહીને ત્યાંના પોલીસકર્મીઓ એ પાણીમાં ઊભા રહીને ખુશી અને ઉમંગ સાથે ધ્વજારોહણ કર્યું અને તિરંગાના સમ્માનમાં રાષ્ટગીત ગયું હતું.
આ મોકા ઉપર મહિલા પોલીસકર્મીઓ એ કહ્યું કે જ્યારે આપણા દેશના જવાનો બરફમાં ઊભા રહીને દેશની રક્ષા કરે છે તો અમે આટલા પાણીથી કેમ ડરીએ?