પૂર્વ રાષ્ટપતિ પ્રણબ મુખર્જીની હાલત વધુ બગડી, ફેફસામાં થયું છે સંક્રમણ

0

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીની હાલત વધુ ને વધુ ખરાબ થતી જાય છે. સેના ના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે આ જાણકારી આપી છે. પ્રણબ મુખર્જીને 10 ઓગસ્ટના હોસ્પીટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અને તેમના માથાની સર્જરી કરવામાં આવી હતી. સાથે જ તેમને કોરોના પોજીટીવ પણ હતા એવી પુષ્ટિ કરવામાં આવી હતી.
- pranab mukherjeer 1597136512

મુખર્જીનો ઈલાજ કરતાં ડોકટરે જણાવ્યુ હતું કે તેઑ લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર છે. થોડા દિવસ પહેલા પ્રણવ મુખર્જીના દીકરા સાંસદ અભિજિત મુખરજીએ કહ્યું હતું કે તેઓની હાલતમાં સુધારો આવી રહ્યો છે. તેમને ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે તેમના પિતાની હાલત સ્થિર છે અને તેને કારણે તે ડોક્ટરનો આભાર માને છે.

પણ આજે સમાચાર મળ્યા છે કે તેઓની હાલત વધુ ગંભીર થઈ રહી છે. તેમને વેન્ટિલેટરના સપોર્ટ ઉપર રાખવામા આવ્યા છે અને ડોક્ટરની ટિમ તેમના ઉપર નજર રાખી રહ્યા છે.

- l71dfdkc pranab mukherjee 625x300 25 January 19

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી પહેલેથી જ અનેક બીમારીઓથી ઘેરાયેલ હતા. એવામાં તેઓ કોરોના સંકર્મિત પણ બની ગયા છે જેથી તેમના ફેફસામાં અસર પંહોચી છે.

પ્રણબ મુખર્જીના નિધનની અફવાને લઈને તેના દીકરા અભિજિતએ ટ્વિટ કર્યું હતું, ‘ મારા પિતા પ્રણબ મુખર્જી હજુ જીવતા જ છે અને હાલાત સ્થિર છે પણ મને એક વાતનું દુખ છે કે ઘણા વરિષ્ઠ પત્રકારો સોશિયલ મીડિયામાં ખોટી ખબરો અને અફવા ફેલાવે છે. લોકો હેડલાઇનમાં રહેવા માટે જાણી જોઈને આ અફવાઓની ખબરોનો ધંધો કરે છે. એક જ જટકામાં જીવિત વ્યક્તિને મૃત બનાવી દે છે.’

જણાવી દઈએ કે પ્રણબ મુખર્જી 2012 થી 2017 સુધી ભારતના રાષ્ટ્રપતિ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here