નવા પોલીસ કમિશ્નરશ્રી અજય તોમરને કાયદો અને વ્યવસ્થાના વિવિધ પ્રશ્નો સંદર્ભે ચેમ્બરની રજૂઆતો

0

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યવાહક પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડીયાએ આજરોજ શહેરના નવા પોલીસ કમિશ્નર શ્રી અજય તોમરની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમ્યાન ચેમ્બરના કાર્યવાહક પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડીયાએ ઔદ્યોગિક વિસ્તારોમાં દિવસ અને રાત્રિના સમયે પેટ્રોલીંગ સખત કરવાની ભારપૂર્વક રજૂઆત કરી હતી.

- IMG 20200806 WA0005 300x200

હાલમાં માર્ચ મહિના પછી ઉદ્દભવેલ કોવીડ-૧૯ની પરિસ્થિતિના કારણે ભારત સરકારે જે તે સમયે દેશમાં લોકડાઉન કરેલ પરંતુ વેપાર ઉદ્યોગ ધમધમતો રહે તે માટે જરૂરી નિયમોના આધિન વેપાર ઉદ્યોગને શરૂ રાખવા માટે છૂટછાટ આપવામાં આવેલ છે. આ છૂટછાટ પછી કોવીડ-૧૯ની પરિસ્થિતિના કારણે ૩૦% ઇન્ડસ્ટ્રી શરૂ થઇ શકેલ છે. ઇન્ડસ્ટ્રીયલ વસાહતોમાં લૂંટના બનાવો વધી ગયેલ છે અને વધવાની શક્યતા પણ વધી છે. શહેરનું વાતાવરણ ન ડહોળાય અને વેપાર ઉદ્યોગને વધુ પડતું નુકસાન ન થાય તે માટે સુરતમાં આવેલ તમામ ઇન્ડસ્ટ્રીયલ વસાહતોમાં દિવસ અને રાતનું પેટ્રોલીંગ વધુ સખત બનાવવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત તેમણે કરી હતી.

- IMG 20200806 WA0006 1 300x200

સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં કાર્યરત ઓર્ગેનાઈઝ ગેંગ કે જેઓ દલાલોને સાથે રાખીને મોટે પાયે ફેબ્રિક ટ્રેડર્સ અને વિવર્સ સાથે ચીટીંગ કરે છે એ ગેંગનું નેક્સસ (Nexus) તોડવા માટેની તાત્કાલિક જરૂરિયાત ઉપર તેમણે ભાર મૂક્યો હતો. તે ઉપરાંત મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે જ્યાં હીરા ઉદ્યોગ ધમધમતો છે ત્યાં પણ ઓર્ગેનાઈઝ ગેંગ દલાલોના મેળાપીપણામાં સાથે મળીને પાર્ટીઓના વ્યવસ્થિત ઉઠમણાં કરાવે છે અને ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જાય ત્યારે ચીટર ગેંગ તરફથી તેમના કુટુંબના મહિલા સભ્યો તરફથી ખોટી ફરિયાદ જેની સાથે ચીટીંગ થયું છે તેના વિરુદ્ધ કરવામાં આવીને ફરિયાદીને આરોપી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આવા હીરા ઉદ્યોગના કેસોમાં સુરત ડાયમંડ એસોસીએશન અને ટેકસટાઇલ ઉદ્યોગના કેસોમાં ફોગવા – ફોસ્ટા જેવી સંસ્થાઓને સાથે રાખીને ફરિયાદી કેસની મેરીટ ચકાસીને પોલીસ તપાસ આગળ વધારવી જોઈએ તેવી માંગણી કરી હતી.

- IMG 20200806 WA0007 300x200

આ પ્રતિનિધિ મંડળમાં ચેમ્બરની મેનેજીંગ કમિટીના સભ્યો શ્રી નિખિલ મદ્રાસી, શ્રી મનિષ કાપડિયા અને નિવૃત્ત ડી.વાય.એસ.પી. શ્રી એમ. જી. કનેરીયા સામેલ થયા હતા. આ પ્રતિનિધિ મંડળે સુરત જિલ્લાના નવા પોલીસ વડા શ્રીમતી ઉષા રાડા, ડે. કમિશ્નર ઓફ પોલીસ સરોજકુમારી તેમજ ડે. કમિશ્નર ઓફ પોલીસ બી. આર. પટેલની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here