આસામમાં પૂરને કારણે હાલ-બેહાલ છે. સમાન્ય જનજીવન સ્તબ્ધ થઈ ગયું છે. લોકો એમના સામાન અને જનવરોને લઈને અસ્થાયી શેરલ્ટોમાં જવા માટે મજબૂર થઈ ગયા છે. આ જ વર્ષમાં ચોથીવાર આસામના વિભ્ભિન જિલ્લામાં પૂર આવ્યા છે. અને ત્યાંના લોકો ઘણીને ઘણી કેટલીય મુશ્કેલીઑનો સામનો કરી રહ્યા છે. આ વચ્ચે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ પૂર પીડિતોની મદદ માટે સામે આવ્યા છે.
બૉલીવુડ અને હોલીવુડ એક્ટ્રેસ અને સાથે જ આસામની ટુરિજમ બ્રાન્ડ એમ્બેસડર પ્રિયંકા ચોપડા રાજ્યની હાલતને લઈને ચિંતા જતાવી. સાથે જ એમને પૂર પીડિતો માટે હાથ પણ લંબાવ્યો. પ્રિયંકાએ ટ્વિટ કરતાં લખ્યું કે ‘ આસામ માટે અમે પ્રાથના કરીએ છીએ. એમને આપણાં સમર્થનની જરૂર છે. હું થોડા વિશ્વસનીય સંગઠનોને અહિયાં ટેગ કરું છું જે આસામ માટે ઘણું સારું કામ કરી રહ્યા છે. નિક અને મેં પણ થોડી મદદ કરી છે. આવો આપણે બધા સમર્થન કરીએ અને બને તેટલી જરૂરતમંદોની મદદ કરીએ.’
વાત કરીએ પ્રિયંકા ચોપડાની એમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કર્યા. એના હાલ જ એમને સોશિયલ મીડિયામાં એમની સફરનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. અને જે ખૂબ જ વાઇરલ થયો હતો. એ વિડીયોમાં એમને વર્ષ 2000માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો ત્યારથી અત્યાર સુધીની સફરનો આખો વિડીયો બનાવ્યો હતો.
બોલિવુડમાં પ્રિયંકા છેલ્લી ફિલ્મ ધ સ્કાઈ ઇસ પિંકમાં મજાર આવી હતી. પ્રિયંકા નેટફ્લિક્સના શો ‘ ધ વ્હાઇટ ટાઈગર’થી પોતાનો ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહી છે. એ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ પણ જોવા મળશે.