

ચીને ગઈકાલે તેનો રાષ્ટ્રીય દિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે, હોંગકોંગમાં એક વિરોધ પ્રદર્શનકારીએ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ તણાવને લઇને ભારતીય સૈન્યને ટેકો આપતો ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. તમને જણાવી દઇએ કે પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઇનાની રચનાની 71 મી વર્ષગાંઠ માટે, આઠ દિવસની સત્તાવાર રજા જાહેર કરવામાં આવી છે.
હોંગકોંગમાં વિરોધીઓએ કોઝવે ખાડી પર ભારતીય ધ્વજ લહેરાવ્યો. વિરોધ નો ઓછો ડર હોવા છતા અહીં એક મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જૂનમાં, વિવાદાસ્પદ બિલને હોંગકોંગ વિધાનસભા દ્વારા મંજૂર કરાયુ હતુ. આ અંતર્ગત, ચીની રાષ્ટ્રગીત નુ અપમાન કરવુ ગેરકાયદેસર બની ગયુ. તેનો હજુ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
લાખો ચીની લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા
ચીનમાં રજાઓની મોસમ શરૂ થતા ની સાથે જ ગુરુવારે રાષ્ટ્રીય દિવસ અને મધ્ય-પાનખર મહોત્સવની ઉજવણી માટે લાખો લોકો શેરીઓ પર ઉતરી આવ્યા હતા. વુહાન પછી ચીનમાં આ પ્રથમ મોટી રજાની મોસમ છે અને આ વર્ષે જાન્યુઆરીમાં કોવિડ -19 વૈશ્વિક મહામારી થી દેશના બાકીના ભાગ પ્રભાવિત થયા બાદ આ મોટી ઉજવણી છે.
રાષ્ટ્રીય દિવસની ઉજવણીની શરૂઆત મુખ્ય ચોક પરના જિયાં ખાતે ધ્વજવંદન સાથે થઈ. સત્તાવાર સમાચાર એજન્સી સિન્હુઆના સમાચારો અનુસાર, ચીનને આશા છે કે કોવિડ -19 રોગચાળાથી ખરાબ રીતે અસર પામેલા ‘ગોલ્ડન વીક’ રજા દરમ્યાન અર્થવ્યવસ્થા પણ પુનર્જીવિત થશે.
ચીન માટે રજા નો બીજો સૌથી મોટો દિવસ
નોંધનીય છે કે ચીનના લોકો માટે આ બીજી સૌથી મોટી રજા છે. આ સમય દરમ્યાન લાખો લોકો વિદેશ પ્રવાસ કરે છે અને અહીં તેમના સબંધીઓ પર્યટન સ્થળોની મુલાકાત લે છે. કોવિડ -19 પર નિયંત્રણ મેળવ્યા બાદ ચીને ઘરેલુ મુસાફરી પરનો પ્રતિબંધ હટાવ્યો છે. જો કે, આંતરરાષ્ટ્રીય મુસાફરી પર હજુ પ્રતિબંધ છે.
ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે ગુરુવારે કહ્યુ કે કોવિડ -19 ના 11 દર્દીઓ વિદેશથી આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. બુધવાર સુધીમાં કોવિડ -19 ના કુલ 85,414 કેસ નોંધાયા હતા, જેમાંથી 186 દર્દીઓ નો ઈલાજ ચાલી રહયો છે. 80,594 દર્દીઓને રજા આપવામાં આવી છે જ્યારે 4,634 દર્દીઓ અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે.