PUBG BAN : Tencent થી સંબંધો તોડશે PUBG કોર્પોરેશન, તો શું ભારત માં કમબેક નક્કી..?

0

PUBG ગેમ ને ડેવલપ કરવા વાળી કંપની પબજી કોર્પોરેશને ચીન ની ટેંસેન્ટ ગેમ્સ સાથે સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઇએ કે પબજી ગેમ ને દક્ષિણ કોરિયા ની કંપની પબજી કોર્પોરેશને તૈયાર કરી છે પરંતુ ભારત અને ચીન માં ચીન ની કંપની ટેંસેન્ટ ગેમ્સ પબજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટ નુ સંચાલન કરી રહી છે.

- youtubegaming1024 1440

ભારત માં PUBG બેન થયા બાદ કંપની એ કહ્યુ હતુ કે તે સરકાર સાથે ગેમ ને પાછી લાવવા માટે વાત કરી રહી છે. કંપની એ કહ્યુકે તે ભારત ની બજાર માં આવવા માટે ટેંસેન્ટ ગેમ્સ સાથે પોતાના સંબંધો ખતમ કરશે.

તેની જાણકારી કંપનીએ પોતાની વેબસાઈટ પર આપી છે. કંપની ની વેબસાઈટ પર લખ્યુ છે કે ‘ કંપની ભારત માં પબજી ગેમની પૂર્ણ જવાબદારી ખુદ લેશે અને તેના ફેન્સ ને નવા અનુભવ આપવા પર કામ કરશે.’ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભારત માં પબજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટ પ્રતિબંધિત છે, પરંતુ પબજી પીસી પ્રતિબંધિત નથી મતલબ તમે કોમ્પ્યુટર પર પબજી ગેમ રમી શકો છો.

આ પણ વાંચો -  પગલા લેવામાં આવશે: સ્કૂલ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ફીના મુદ્દા પર ફોર્મ ભરતા રોકી શકશે નહીં: ડીઈઓ

- 75430978

પબજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટ ની ફ્રેન્ચાઇઝી ચીન ની સૌથી મોટી ગેમિંગ કંપની ટેંસેન્ટ પાસે છે. પબજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટ બંને પબજી કોર્પોરેશન અને ટેંસેન્ટ ગેમ્સએ મળી ને તૈયાર કરી છે.

જણાવી દઈએ કે ગયા અઠવાડિયે ભારત સરકારે પબજી સહિત 117 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. સૂચના મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ કે આ એપ્સ ડેટા સિક્યોરિટી અને પ્રાઇવસી બાબત માં ઠીક નથી અને તેને લઈને ઘણી ફરિયાદો મંત્રાલય ને મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here