સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં પોલીસ લગાતાર પૂછતાછ કરી રહી છે. સુશાંતના આત્મહત્યાના કેસમાં તેના ફેમિલી મેમ્બર, મિત્રો સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલ 30થી વધુ લોકો સાથે પૂછતાછ કરી લીધી છે. હાલમાં જ ખબર મળી છે કે પોલીસ અભિનેત્રી કંગના રનૌત સાથે પૂછતાછ કરવા માટે રિમાઇન્ડર મોકલ્યું છે. પાછલા મહિને જ પોલીસે કંગના સહિત બીજી ઘણી બોલવીડ હસ્તીઓને નોટિસ મોકલી હતી.


સુશાંતની આત્મ હત્યા પછી કંગનાએ ઘણા બૉલીવુડ હસ્તીઓ પર નિશાન સાધ્યા હતા. એમને બોલીવુડમાં ફેલાયેલ નેપોટીઝમને લઈને ખુલ્લીને લોકો સમક્ષ વાત કરી હતી. કંગનાએ કહ્યું હતું કે પોલીસે હજુ બોલીવુડના ઘણા લોકો સાથે વાતચીત નથી કરી.
સાથે એમ પણ કહ્યું હતું કે ,” હું કહી રહી છું જો મેં કાંઈ પણ એવું કહ્યું છે જેની હું પોલીસને ગવાહી ન આપી શકું કે હું એ વાત સાબિત ન કરી શકું કે મારી કોઈ પણ વાત જનતાના હિતમાં ન હોય તો હું મને મળેલ પદ્મ શ્રી એવોર્ડ ફરી પરત કરવા તૈયાર છું. એવામાં હું આવા મોટા સમ્માનને લાયક નથી. હું એમ નથી કહેતી કે કોઈ પણ એમ ઇચ્છતું હતું કે સુશાંત મરી જાય પણ અમુક લોકો નિશ્ચિત રૂપે એમ ઇચ્છતા હતા કે એ બરબાદ થઈ જાય.’
ઉપરાંત કંગના એ એમ પણ કહ્યું કે નિર્માતા આદિત્ય ચોપડા , મહેશ ભટ્ટ ,કરણ જોહર, રાજીવ મસંદ જેવા લોકોને પણ પૂછતાછ માટે બોલાવવા જોઈએ.
કંગના એ જણાવ્યું કે મુંબઇ પોલીસે તેને ત્યાં તેનો બયાન લેવા માટે બોલાવી છે અને ઉત્તરમાં કંગના એ કહ્યું હતું કે હાલ તે મનાલીમાં છે અને જો એ લોકોને બયાન જોઈતું હોય તો કોઈ ને ત્યાં મોકલીને વાતચીત કરી શકે છે. પરંતુ મુંબઇ પોલીસનો હજુ કોઈ જવાબ નથી આવ્યો.
જણાવી દઈએ કે કંગના એ સુશાંતની આત્મહત્યાને મર્ડર ગણાવ્યું હતું. અને એક વિડીઓમાં કંગના એ કહ્યું હતું કે સુશાંતની હત્યા બાદ ઘણી વાતો બહાર આવી છે , તેને ઘણા ઇન્ટરવ્યૂ વાંચ્યા છે અને ઘણા લોકો સાથે વાત કરી છે અને એના પિતાનું કહેવું હતું કે સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહી ટેન્શનને કારણે ઘણા પરેશાન હતા.