રામ મંદિરના ભૂમિપૂજન પર કોરોના સંકટ- રામ જન્મભૂમિના પૂજારી સહિત 14 કર્મચારીને કોરોના પોજીટીવ

0

અયોધ્યામાં રામમંદિર માટે ભૂમિપૂજનની તૈયારીઓ ખૂબ જોર શોરમાં ચાલુ છે.એવામાં ભૂમિપૂજનમાં સંકટરૂપે કોરોનાએ એન્ટ્રી લીધી છે. આજે રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપ દાસ જે રામ જન્મભૂમિના પ્રધાન પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે. એમને કોરોના પોઝિટિવ નીકળ્યો છે. એ સિવાય રામ જન્મભૂમિની સુરક્ષામાં તૈનાત 14 સુરક્ષકર્મીઓ પણ કોરોના સંક્રમિત થયા છે.

- ram mandir 3752687 835x547 m 300x197

એ સુરક્ષકર્મીઓને પ્રશાસને આઇસોલેટ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત બીજા 200 લોકો કાર્યક્રમમાં શામિલ થશે. એ એક ઐતિહાસિક ક્ષણ હશે.

- pic 300x143

એવામાં કોરોના સંકર્માણને કાર્યક્રમમાં મુશ્કેલી ઉભી કરી દીધી છે. જો કે આ આયોજનને લઈને પુરી સતર્કતા વર્તવામાં આવે છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એ રામભક્તોને અપીલ કરી છે કે 5 ઓગસ્ટના દિવસે એ લોકો અયોધ્યામાં હાજર ન રહે અને દૂરદર્શન દ્વારા જ કાર્યક્રમનું પ્રસારણ ઘર બેઠા માણી લે. ભૂમિ પૂજનમાં બીજા કોઈ લોકો હાજર ન રહે એવી મહાસચિવ પંચત રાય એ અપીલ કરી છે. સાથે જ દુરદર્શનમાં લાઈવ કાર્યક્રમ માણે અને સાંજે ઘરે દીવો પ્રગટાવીને આ ભવ્ય અવસરનું સ્વાગત કરે.

આ પણ વાંચો -  ખેડૂત આંદોલન LIVE: વિરોધીઓએ બેરિકેડ તોડી, પથ્થરમારો કર્યો; પોલીસે વોટર કેનન ચલાવ્યો, ટીયર ગેસના શેલ ફટકાર્યા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here