રાહુલના મોદી પર નિશાન, કહ્યું- વડા પ્રધાને ચીન પર એક પણ શબ્દ બોલ્યો નહીં

0

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. પોતાના સંસદીય મત વિસ્તાર વાયનાડની મુલાકાત વખતે રાહુલે પીએમ મોદીના સંબોધન પર કહ્યું હતું કે તેઓ (પીએમ મોદી) ચીનનું નામ લેતા ડરતા હોય છે. ગઈકાલે વડા પ્રધાને ચીન પર એક પણ નિવેદન આપ્યું નથી. વડા પ્રધાને જણાવવું જોઈએ કે ચીની સૈનિકો ક્યારે અમારી ભૂમિ છોડશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવવા માગે છે. આ સૌથી મોટો મુદ્દો છે, પરંતુ વડા પ્રધાને એક પણ શબ્દ બોલ્યો નહીં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત દેશની ધરતી પર એક પણ નિવેદન આપી રહ્યા નથી. તેઓએ લોકોની સામે સત્ય કહેવું જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન ચીનનું નામ લેતા નથી કારણ કે તેઓ નથી ઇચ્છતા કે દેશની જનતાએ એ હકીકત પર ધ્યાન આપવું જોઈએ કે ચીને અમારી જમીન પર કબજો કર્યો છે. ચીને અમારી 1200 ચોરસ કિલોમીટર જમીન પર કબજો કર્યો છે. વડા પ્રધાન પાસે ભારત દેશની ધરતી પર બોલવાનો એક પણ શબ્દ કેમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here