કોરોના મહામારી ચાલી રહી છે. અને ધીરે ધીરે લોકો વધુ ને વધુ સંકર્મિત થઈ રહ્યા છે અને એવામાં હોસ્પીટલમાં જગ્યા ઓછી પડવા લાગી છે. લોકો હવે પ્રાઈવેટ હોસ્પીટલમાં ઈલાજ કરાવવા લાગ્યા છે એવામાં હોસ્પીટલમાં લોકોના પૈસા પાણીની જેમ વપરાઇ રહ્યા છે.
ગુજરાતના રાજકોટની એક હોસ્પિટલનું બિલ વાઇરલ થઈ રહ્યું છે. જેમાં એક એક કોરોના સંકર્મિત દર્દીના ઈલાજ માટે 15 દિવસમાં હોસ્પિટલે 4 લાખ રૂપિયા વસૂલ્યા હતા. રાજકોટની એક ખાનગી હોસ્પિટલ નીલકંઠ હોસ્પિટલનું એક બિલ આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યું છે.
છેલ્લા 15 દિવસનું ફક્ત લેબોરેટરીનું બિલ જ 1 લાખ રૂપિયા આવ્યું હતું. અને કુલ બિલની રકમ 4 લાખ આવી હતી.
જો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હોસ્પિટલે સરકારની ગાઈડલાઈન કરતા વધારે પૈસા લીધા છે. 15 દિવસમાં ચાર લાખ રૂપિયા કઈ રીતે કોઈ હોસ્પિટલ લઈ શકે? રાજકોટની નિલકંઠ કોવિડ હોસ્પિટલનું બિલ વાયરલ થતા પ્રાંત અધિકારી હરકતમાં આવ્યા હતા અને તેમણે બંને પક્ષે વાત સાંભળવાની વાત કરી હતી.