રાજ્યસભા માં એરક્રાફ્ટ સંશોધન બિલ, 2020 પાસ થઈ ગયુ છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી એ કહ્યુ કે આ બિલ થી ભારત માં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માં ત્રણ નિયમનકારી સંસ્થાઓ, નાગરિક ઉડ્ડયન ડાયરેકટર જનરલ, નાગરિક ઉડ્ડયન સુરક્ષા કાર્યાલય અને વિમાન દુર્ઘટના તપાસ કાર્યાલય ને વધુ અસરદાર બનાવી શકાશે.
હરદીપ સિંહ પુરી એ કહ્યુકે આ બિલ દ્વારા દેશ માં વિમાન સંચાલન ની સુરક્ષા નુ સ્તર વધારવામાં મદદ મળશે. આ બિલ વિમાન અધિનિયમ 1934 માં સંશોધન કરશે અને દંડ ની રકમ ની સીમા વધારશે. હાલ માં વધુ માં વધુ દંડ 10 લાખ રૂપિયા છે, જેને બિલ માં વધારી ને એક કરોડ રૂપિયા કરાયો છે.
તેના સિવાય હથિયાર, ગોળા-બારુદ કે ખતરનાક વસ્તુઓ લઈ જવા કે વિમાન ની સુરક્ષા ને કોઈ પણ રીતે ખતરા માં નાખવા ના દોષી સાબિત થવા પર સજા સિવાય બિલ માં દંડ ની રકમ દસ લાખ રૂપિયા હતી. એરક્રાફ્ટ બિલ માં સંશોધન કરી ને દંડ ની રકમ ને દસ લાખ થી વધારી દસ કરોડ રૂપિયા કરવામાં આવી છે.
એરક્રાફ્ટ સંશોધન બીલ નો કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલ એ વિરોધ કર્યો, તેણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહયુ કે આ પીપીપી મોડલ દ્વારા હવાઈ અડ્ડા ને વિકસિત કરવાના નામ પર ઘણી પ્રકાર ના કૌભાંડ કરવામાં આવી શકે છે. બીજેપી સાંસદ જીવીએલ નરસિમ્હા રાવે બિલ નો બચાવ કર્યો.
જીવીએલ નરસિમ્હા રાવે કહ્યુ કે આ બિલ દ્વારા ભારત ના વિમાનન ક્ષેત્ર માં સકારાત્મક બદલાવ લાવી શકાય તેમ છે, કેમકે તેના દ્વારા યાત્રીઓ ના આગમન માં ભારે વૃદ્ધિ થઈ છે.