રણબીર કપૂરને ગર્લફ્રેન્ડ આલિયા તરફથી આ ખાસ ભેટ મળી? ભાવ જાણીને હોંશ ઉડી જશે…

0

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ બંનેના સંબંધોને લઈને તમામ પ્રકારના સમાચારો આવ્યા છે, જો કે એવુ લાગતુ નથી કે આ વર્ષે પણ બંનેના લગ્ન થવાના છે. આ બધી બાબતો હોવા છતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પ્રેમની હરકતો ક્યારેક મીડિયા સમક્ષ ખુલી જાય છે. તાજેતરમાં ફરી એક વખત આ જોવા મળ્યુ જ્યારે રણબીર તેની બ્રાન્ડ ન્યુ સાયકલ સાથે દેખાયો.

સોશિયલ મીડિયા અને રણબીર આલિયાના ફેન પેજ પર આવી માહિતી બહાર આવી કે આ સાયકલ તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે રણબીર કપૂરને ભેટ આપી છે.

Alia gave this special gift to Ranbir? You will be surprised to know the price | NewsCrab  - 1602327012

જોકે આ સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ આમ હોવા છતાં, સોશિયલ મીડિયા પર આ વાત ની લહેર છે. રણબીર ની આ નવી રેડ કલરની સાયકલ ખૂબ જ શાનદાર લાગી રહી છે.

આ પણ વાંચો -  ગુજરાતના રાજકોટની કોવિડ સેન્ટર હોસ્પિટલમાં મોડી રાત્રે ભીષણ આગ 5 લોકોનાં મોત

ડાર્ક બ્લુ ટી-શર્ટ અને ડેમેજ જિન્સ પહેરી આ સ્ટાઇલિશ સાયકલને રણબીર ફ્લોટ કરતા પણ જોવા મળ્યા હતા. જ્યાં સુધી આ સાયકલની કિંમતની વાત છે, આ કિંમત માં તમે નાની-મોટી ટ્રીપ પ્લાન કરી શકો છો.

રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરની આ સાયકલની કિંમત 1.5 લાખ રૂપિયા છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કરતા જોવા મળશે.

रणबीर कपूर  - 5 3 1

અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. આ ફિલ્મનુ દિગ્દર્શન અયાન મુખર્જી કરી રહ્યા છે અને તેને ત્રણ ભાગમાં બનાવવાનુ કહેવામાં આવી રહ્યુ છે.

જ્યાં સુધી રણબીર અને આલિયાના લગ્નની વાત છે ત્યાં સુધી કેટલાક અહેવાલોમાં કહેવામાં આવી રહ્યુ છે કે આ વર્ષે ડિસેમ્બરમાં બંને લગ્નજીવનમાં બંધાઈ શકે છે. જો કે, હાલની પરિસ્થિતિને જોતા આ શક્યતા નથી દેખાઈ રહી.

આ પણ વાંચો -  આ ચારે રાજ્યોથી મુંબઇ જતા મુસાફરો સાવધાન, મહારાષ્ટ્ર સરકારે 25 નવેમ્બરથી નવો નિયમ લાગુ કર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here