કોરોનાના મહામારી ચાલી રહી છે એ આપણે બધા જાણીએ જ છીએ. જ્યારથી ભારત દેશમાં કોરોનાની એન્ટ્રી થઈ છે અને લોકડાઉન આવ્યું છે, ત્યારથી અઢળક કંપનીઑ તેના કર્મચારીઑને નિકાલવાનો સિલસિલો શરૂ કર્યો છે, અને જે કંપનીઑ કે ધંધાર્થીઓ કર્મચારીઓને નોકરીમાંથી નથી કાઢ્યા નથી તેની સેલેરી 50% કટ કરી દીધી છે.
માર્ચ મહિનાથી આ સિલસિલો શરૂ થયો છે એવામાં ઘણા લોકો બેરોજગારીનો શિકાર બન્યા છે. જ્યારથી લોકડાઉન આવ્યું હતું ત્યારે જ દેશની સૌથી મોટી ઈન્ડસ્ટ્રી એ તેના નિયમિત અને અસ્થાયી બંને કર્મચારીઓને માર્ચ અને એપ્રિલ બંને મહિનાની પૂરી સેલેરી આપી હતી. જો કે એ બે મહિના ટાટા ઈન્ડસ્ટ્રીનું કામ પૂરી રીતે બંધ જ હતું, છતાં તેમણે તેમના કર્મચારીઓની સેલેરીમાં કોઈ ઘટાડો કર્યો નહતો કે કોઈ કર્મચારીને છૂટા કર્યા નહતા.
આજે રતન ટાટાએ એક ઇન્ટરવ્યૂ માં વાત કરતાં આ મુદ્દે લોકો સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે , ‘આપની કંપનીમાં કામ કરતાં આપના કર્મચારીઑ પ્રત્યે આપની જિમ્મેદારી બને છે , આપની સાથે કામ કરતાં કર્મચારીઓ પ્રત્યે આપણે ઘણું સવેંદનશીલ રહેવું જોઈએ. એ લોકો આપની સાથે ઘણા સમયથી જોડાયેલ હોય છે અને કંપની આગળ વધારવામાં એમનું ઘણું મહત્વનું યોગદાન રહ્યું હોય છે. એવા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખો ત્યારે તમારી કંપનીની નૈતિકતા પર ઘણા સવાલો પેદા થાય છે.’
તેમણે સાથે એમ પણ કહ્યું કે ‘ જ્યારથી કોરોના કાળ શરૂ થયો છે ત્યારથી જ કર્મચારીઓને નીકળવાનો સિલસિલો શરૂ થયો છે , તો શું આ મુશ્કેલી સામે ટકી રેહવાનો આ એક જ તરીકો છે? આ સમસ્યાનું સમાધાન આ જ છે? જો તમારા બીજનેસમાં નુકશાન થાય છે તો શું કર્મચારીઓને નિકાળી દેશો તો એ સમસ્યા ઓછી થઈ જશે? ના , એવું નથી જો કર્મચારી હશે તો મેહનતની સાથે ફરી તમે નફો કરી શકશો એવી સંભાવના છે.
સાથે જ રતન ટાટા એ પ્રવાસી કામદારો/ મજૂરોને ધ્યાનમાં રાખીને પણ વાતો કરી , એમને જણાવ્યુ કે , ‘ આ એ લોકો છે જેમને તમારા માટે કામ કર્યું છે, એ લોકો એ જીવન ભાર થનારી સેવા કરી છે અને હવે આવા મુશ્કેલીભર્યા સમયમાં તમે એમને જીવવા માટે કોઈ સહાય વિના એકલા છોડી દીધા, શું કોઈ તેના કર્મચારી સાથે આવું વર્તન કરતું હશે?’
કામ તને પૈસા અને નફો કમાવવા માટે કરો પણ સાથે જ થોડી નૈતિકતા દેખાડવી ખુબ જ જરૂરી છે. ધંધો ફક્ત પૈસા કમાવવા માટે જ નથી થતો આપના ગ્રાહકો , શેરહોલ્ડરો અને કર્મચારીઓ માટે પણ કરવો જોઈએ. આ જ લોકો આપની અખૂટ સંપતિ છે અને ઘણા એ આ કોરોના કાળમાં એ સંપતિ ગુમાવી દીધી.