વીતરાગ મહેતાએ 22 વર્ષની વયે ફેશન ડિઝાઈનિંગમાં કોઈપણ શિક્ષણ લીધા વિના વિતરાગ મહેતાએ પોતાની “The Style Dweller” નામની clothing creation શરૂ કરી.

0

વિતરાગ પોતાની જાતે ક્રીએટીવ ફૅશન ની સ્ટાઈલ બનાવે છે. અને એક જાણીતા ફેશન બ્લોગર છે. તેમની આ સ્ટાઈલ તેમના દર્શકોને ખૂબ પસંદ પડે છે. મૂળ કોમર્સના વિધાર્થી છતાં ફેશન અને સ્ટાઇલ સાથે પ્રયોગ કરવો તે તેમના માટે હંમેશાથી જુસ્સો રહ્યો છે. જ્યારે ફેશન અને સ્ટાઇલ ની વાત આવે છે. ત્યારે તે હંમેશા આતુર અને ખૂબ પ્રયોગી વ્યક્તિગત રહ્યા છે.

- article 1 240x300

આ ઉપરાંત વિતરાગ મહેતા સાથે વાત કરતા તે જણાવે છે કે શરૂઆતમાં કારકિર્દીના આ તબક્કે પહોંચવું એ એટલું સહેલું નહોતું. ફેશન બ્લોગિંગ પહેલા તેમણે કોમર્સ, આર્કિટેક્ચર, ફેમીલી બિઝનેસમાં પણ તેમની કારકિર્દી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને તેમાં પૂરતો સંતોષ ન મળ્યો તેથી, તેમને તેમના આ ફેશન અને Lifestyle બ્લોગના પેશનને પ્રોફેશનમાં બદલવાનો નિર્ણય કર્યો.

- article 1 2 243x300

ચાર વર્ષ પહેલા જ્યારે કારકીર્દીની શરૂઆત કરી ત્યારે tucked-in Crew neck T-shirt અને tapped fit trouser લોફર સાથે સ્ટાઇલ કરવા બદલ તેની ખૂબ ટીકા થઈ હતી. પરંતુ તે ક્યારેય તેનાથી ડીમોટીવેટ નથી થયા. અને તેમણે પોતાના કામ પર ધ્યાન આપ્યું.

આટલું જ નહીં પરંતુ ફેશન અને સ્ટાઇલને પસંદ કરતાં યંગસ્ટર્સ છોકરાઓ વિતરાગની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને ખૂબ પસંદ કરી રહ્યાં છે અને ફોલો કરી રહ્યા છે. અને આજે વિતરાગ ફેશનની ઘણી મોટી બ્રાન્ડ સાથે સંકળાયેલા છે.

- article 3 245x300

ગ્લેમર્સ ઉદ્યોગમાં હંમેશા સ્ત્રી અને મોડલ્સની માંગ વધુ રહે છે. પરંતુ હવે ૨૧મી સદીમાં છોકરાઓ પણ આ ક્ષેત્રમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ વિતરાગ મહેતા છે.

- article 254x300

વિતરાગ આજે ઇન્સ્ટાગ્રામ પર ૫૮ હજારથી પણ વધુ ફોલોઅર્સ ધરાવે છે. આ ઉપરાંત તે ફેશન બ્લોગર તરીકે સુરત શહેરમાં આગવું સ્થાન પણ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here