હાલ જ આ ચીની કંપનીએ ભારતમાં એક દિવસમાં વહેંચ્યા 1.30 લાખ ફોન- જાણો કઈ છે એ કંપની

0

ચીની પ્રોડક્ટ્સ ના બોયકોટ વચ્ચે શાઓમી એ દાવો કર્યો છે કે એક જ દિવસ માં POCO M2 ના 1.30 લાખ ફોન વહેંચ્યા છે. આ ફોન નો સેલ મંગળવારે હતો.

ચીની પ્રોડક્ટ્સ બોયકોટ ની અસર ઓછી થવા લાગી છે? આ આંકડા બતાવે છે કે લોકો ચીની સ્માર્ટફોન વધુ ખરીદી રહ્યા છે. કંપની નો દાવો તો એવો જ ઈશારો કરી રહ્યો છે.

Poco M2 to go on first sale today at 12 pm on Flipkart: Pricing,  specifications and features- Technology News, Firstpost  - poco m2 lead

ચીની સ્માર્ટફોન xiaomi ની સબ બ્રાન્ડ POCO છે. 15 સપ્ટેમ્બર ના POCO M2 નો પહેલો સેલ હતો.કંપની એ દાવો કર્યો છે કે એક દિવસ માં તેના 1.30 લાખ સ્માર્ટફોન વહેંચાયા.

POCO M2 ની શરૂઆતી કિંમત 10,999 રૂપિયા છે અને આ સ્માર્ટફોન માં 5,000mAh ની બેટરી આપવામાં આવી છે. હાલમાં જ કંપનીએ તેને ભારત માં લોન્ચ કર્યો અને પહેલો સેલ 15 સપ્ટેમ્બર ના હતો.

આ પણ વાંચો -  ભારત આજે એક વધુ ખતરનાક તોફાન 'પ્રિવેન્શન' કઠણ કરવા તૈયાર છે, 120 KM ની ઝડપે તમિલનાડુ-પુડ્ડુચેરીને તબાહી કરી શકે છે

POCO M2 with MediaTek Helio G80, 5000mAh battery launched in India for  ₹10,999 (~$149)  - POCO M2 Feature Image

POCO M2 ના બે વેરીએન્ટ્સ છે – 6GB રેમ 64GB સ્ટોરેજ અને 6GB રેમ 128GB સ્ટોરેજ. ટોપ મોડલ ની કીંમત 12,499 રૂપિયા છે. આ સ્માર્ટફોન ના ત્રણ કલર વેરીએન્ટ્સ – બ્લેક, બ્લુ અને રેડ છે.

POCO M2 ના સ્પેસિફિકેસન્સ અને ફીચર્સ

POCO M2 માં 6.53 ઇંચ ની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે અને તેમાં વોટર ડ્રોપ સ્ટાઇલ નોચ છે. આ સ્માર્ટફોન માં MediaTek Helio G80 પ્રોસેસર આપવામાં આવ્યુ છે.

POCO M2 માં ચાર રિઅર કેમેરા છે. પ્રાઇમરી કેમેરો 13 મેગાપીક્ષલ નો છે, બીજો 8 મેગાપીક્ષલ નો, ત્રીજો 5 મેગાપીક્ષલ નો અને ચોથો 2 મેગાપીક્ષલ નો લેન્સ છે.

Poco M2 Images [HD]: Photo Gallery of Poco M2 - Gizbot  - poco m2 1599629280120

POCO M2 માં 5,000mAh ની બેટરી છે અને સાથે 18W ફાસ્ટ ચાર્જિન્ગ નો સપોર્ટ પણ છે. કનેક્ટિવિટી માટે તેમાં હેડફોન જેક, માઈક્રો એસડી કાર્ડ સ્લોટ અને બ્લૂટૂથ, વાઇફાઇ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોન ના રિઅર માં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે.

આ પણ વાંચો -  યુપી પછી, હરિયાણા સરકાર લવ જેહાદ પર પણ કાયદો ઘડશે, અનિલ વિજે કહ્યું - યોગી જિંદાબાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here