રાજસ્થાનના કરૌલીમાં સળગાવેલા પૂજારીના સબંધીઓએ અંતિમ સંસ્કારનો ઇનકાર કર્યો છે. પુજારી બાબુલાલના પરિવારના સભ્યોનુ કહેવુ છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર નહીં કરે. જો કે આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ દરમ્યાન વહીવટી તંત્રે પૂજારીના સબંધીઓને અંતિમ સંસ્કાર કરવા વિનંતી કરી છે. કરૌલીના એસડીએમ ઓમ પ્રકાશ મીનાએ કહ્યુ કે પુજારી બાબુલાલના પરિવારે ચોથી માંગ પણ સામે મૂકી છે. અમે સરકારને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેમની માંગ વિશે જણાવીશું. અમે પરિવારને અપીલ કરીએ છીએ કે તેઓને અંતિમ સંસ્કાર કરવામાં આવે કારણ કે મૃતદેહ રાખ્યા ને બે દિવસ થયા છે.
પૂજારીના સબંધી લલિતે કહ્યુ હતુ કે, ‘જ્યાં સુધી અમારી માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે અંતિમ સંસ્કાર કરીશું નહીં. અમને 50 લાખ રૂપિયા વળતર અને સરકારી નોકરી જોઈએ છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને આરોપીઓને ટેકો આપનારા પટવારી અને પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થવી જોઇએ. અમને સલામતી જોઈએ છે.’
જણાવી દઇએ કે રાજસ્થાનના કારૌલીમાં, દબંગોએ પહેલા પુજારી પર પેટ્રોલ છાંટ્યું, ત્યારબાદ તેને આગ ચાંપી દીધી. જયપુરની સવાઈ માધો સિંહ હોસ્પિટલમાં પૂજારીનુ અવસાન થયુ. આ પછી રાજસ્થાન નુ રાજકારણ ગરમાયુ છે.
જોકે, રાજસ્થાન પોલીસે હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પરિવારે અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી છે. પરિવારની માંગ છે કે તેમને જમીન ફાળવવામાં આવે અને તેમના એક બાળકને નોકરી આપવામાં આવે.
આ ઘટનાથી જયપુર અને કરૌલી જિલ્લામાં પૂજારી અને બ્રાહ્મણ સમાજ ખૂબ જ ગુસ્સે હોવાનુ કહેવાય છે. બ્રાહ્મણ સમાજ, પૂજારી સંઘ, બજરંગ દળ, ભાજપ કાર્યકરોએ પોલીસ અધિક્ષકને કાર્યવાહીની માંગ સાથે એક નિવેદન રજૂ કર્યુ હતુ. આ ઉપરાંત પીડિત પરિવાર માટે 50 લાખ રૂપિયા વળતર અને સરકારી નોકરીની પણ માંગ કરવામાં આવી હતી.