કોરોના વાઇરસના અત્યાર સુધી ઘણા અલગ લગ લક્ષણો સામે આવી ચૂક્યા છે, પાછલા ઘણા દિવસોમાં સર્વે કરીને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જૂના અને નવા કેસને મેળવીને 11 લક્ષણો બહાર પાડ્યા છે. કોરોના વાઇરસથી સંકર્મિત થયા બાદ એ શરીરના ઘણા અલગ અલગ અંગોને પ્રભાવિત કરે છે. એવામાં જ બ્રિટન મૈનચેસ્ટરના એક નવા અધ્યયનમાં એ વાત સામે આવી છે કે કોરોના વાઇરસ સાંભળવાની ક્ષમતાને ઘટાડી શકે છે.
આ અધ્યયનને અનુસાર આઠમાંથી એક કોરોના સંકર્મિત વ્યક્તિને સાંભળવાની ક્ષમતામાં ઘટાડો વર્તાય છે. કોવીડ-19 લાંબા સમય સુધી માણસોની સાંભળવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. એક કોરોના સંકર્મિત વ્યક્તિને હોસ્પીટલમાં એડમિટ કર્યા બાદ આઠ અઠવાડીયા પછી તેને સાંભળવામાં મુશ્કેલી થાય છે.
કોરોનને કારણે કા તો માણસમાં બહેરાશ આવે છે અથવાતો કાનમાં ટીનીટસની શિકાયત કરે છે. એટ્લે કે કાન માં જીણો અવાજ સંભળાઇ દેવો. એવું લાગે કે કાન પાસે કોઈ સિટી વગાડે છે.
સાથે જ કોરોના વાઇરસથી સંકર્મિત થવાવાળી વ્યક્તિને બીજી ઘણી બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે.