અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના કથિત આત્મહત્યાના કેસમાં હવે સીબીઆઇ જાંચ કરી રહી છે અને આ કેસમાં હવે દરરોજ નવા નવા ખુલાસાઓ થાય છે . જ્યાં સુશાંતના મિત્ર અને પરિવાર સામે આવી અને રીયા અને સુશાંતના સંબંધો વિષે સચ્ચાઈ જણાવી રહયા છે ત્યાં હવે રીયા ચક્રવર્તીના મિત્રો પણ સામે આવ્યા છે. અને એમને રીયાનો પક્ષ રાખી અને સાથ આપ્યો છે.
રીયાના અમુક મિત્રોએ હાલ સોશિયલ મીડિયામાં આવી અને જણાવી છે અનેક વાતો. પણ એ સાથે જ એમની જાણકારી ગુપ્ત રહે એવી શરતે એમને આ વાત એક મીડિયા હાઉસ સાથે શેર કરી હતી. એમના મુજબ સુશાંતને મળ્યા બાદ રીયા બિલકુલ બદલાઈ ગઈ હતી.
એમને જણાવ્યુ કે, ‘સુશાંતની બીમારીને લઈને રીયા ખૂબ જ સિરિયસ હતી. ત્યાં સુધી કે તેને સુશાંતની તબિયતનું ધ્યાન રાખવા માટે 2-3 ફિલ્મો પણ નકારી દીધી હતી. સુશાંત તેની બીમારીને ઈન્ડસ્ટ્રીની સામે લઈ આવવા નહતા માંગતા. સુશાંતને લાગતું હતું એ ફ્લેટ એમની માનસિક સ્થિતિ માટે ઠીક નહતું અને એટલા માટે જ 2019માં એ રીયા સાથે નવા ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા હતા .
બીજા એક મિત્ર એ જણાવ્યુ કે, ‘ સુશાંત અને રીયાએ જૂના સ્ટાફને એટલા માટે બદલી નાખ્યો હતો કે સુશાંત નહતો ઈચ્છતો કે તેની બીમારી વિષે ક્યાય પણ બહાર ખબર પડે. સુશાંત એક એવા ઘરમાં રહેવા ઇચ્છતા હતા જેની ચાટ ખૂબ મોટી હોય.’
‘એ સિવાય એ સમય દરમિયાન સુશાંતએ લોકો સાથે હળવા-મળવાનું પણ બંધ કરી દીધું હતું. એ હમેશા છેલ્લી મિનિટએ પ્રોગ્રામ કેન્સલ કરી દેતા હતા. એક દિવસ રિયાએ મને મેસેજ કરીને જણાવ્યુ હતું કે તેઓ એક પ્રોગ્રામમાં આવવાનું કેન્સલ કરે છે કારણકે સુશાંતની તબિયત ઠીક નથી અને તે એમની સાથે રહેવા માંગે છે. આ રીતે રીયા એ સુશાંત માટે પોતાનું કરિયર પણ રિસ્ક ઉપર મૂકી દીધું હતું.’