સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી એમનાથી જોડાયેલ કેટલાય કિસ્સાઓ બહાર આવી રહ્યા છે અને થોડા એવા કિસાઓ પણ છે જે એમના અંગત જીવનથી સંબંધો ધરાવે છે. રિયાએ એક ઇન્ટરવ્યુમાં એ કિસ્સાઓમાંથી પડદો હટાવ્યો છે. રિયાએ જણાવ્યુ એ મુજબ સુશાંતને તેના માતા પ્રત્યે ખૂબ જ લગાવ હતો. એ તેની માતાને લઈને હમેશા કોઈ ઈમોશનલ પોસ્ટ કરતાં રહેતા હતા.
સાથે જ રીયા એ જણાવ્યુ કે, ‘ સુશાંતના સંબંધો તેના પિતા સાથે ઠીક નથી. સુશાંત ના પિતાએ બાળપણમાં જ તેની માતા ને છોડી દીધી હતી અને તેને કારણે સુશાંતની માતા ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. ‘ સાથે જ રીયા એ એક મોટો ખુલાસો કર્યો કે સુશાંત તેના સાથે રિલેશનમાં આવ્યો એ પહેલા 5 વર્ષ સુધી તેના પિતાને મળ્યો પણ નહતો અને બોલતો પણ નહતો.
જણાવી દઈએ કે સુશાંત સિંહની ઉમર જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેની માતાનું મૃત્યુ થઈ ગયું હતું. 2002 માં આ ઘાટના બની હતી. અને તેને કારણે સુશાંતને ખૂબ મોટો જટકો લાગ્યોબ હતો. પણ ત્યાર બાદ સુશાંતએ તેની જાતને સાંભળી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકાર બન્યા. પણ એ આજે પણ તેની માતાને યાદ કરી રહ્યા હતા.
એ પહેલા પણ સુશાંત તેના પિતાના બીજા લગ્નને લઈને પરેશાન રહેતા હતા. તેના અને તેના પિતા વચ્ચે સારા સંબંધો નહતા. સુશાંતનું મૃત્યુ 14 જૂનના દિવસે થયું હતું. અંતે આ કેસ સીબીઆઇને આપવામાં આવ્યો છે અને એ વાતને 7 દિવસ વીતી ગયા છે પણ હજુ કોઈ વાતની સફાઈ મળી નથી.