22 વર્ષની ઉંમરે સૈફ અલી ખાન પણ આવી ગયા હતા ડ્રગ્સના લપેટામાં, આવી રીતે છોડાવ્યો હતો પીછો

0

બૉલીવુડના અભિનેતા સૈફ અલી ખાનએ હાલ જ એક ટોક શોમાં પંહોચ્યા હતા અને એમના ફિલ્મી સફર અને અંગત જીવન વિષે વાતો કરી હતી. વાતોમાં સૈફ અલી ખાનએ જણાવ્યુ હતું કે એક વખત એમને પણ એલએસડી ડ્રગનું સેવન કર્યું હતું. પણ સાથે એમને  એમ પણ જણાવ્યુ હતું કે એ સેવન તેને તેના ડરને ભગાવવા કર્યું હતું.

- extraordinary look and style pics of saif ali khan

સૈફ અલી ખાને જણાવ્યુ હતું કે એ ફક્ત 22 વર્ષના હતા જ્યારે એમને એલએસડી ડ્રગનું સેવન કર્યું હતું. એમને જણાવ્યુ કે, ‘મે એક વખત એલએસડી ડ્રગનું સેવન કર્યું હતું જ્યારે હું 22 વર્ષનો હતો. મને અંધારાથી બીક લગતી હતી અને એ ભગાવવા માટે મે એ ડ્રગનું સેવન કર્યું હતું. એ પછી મને સમજાયું કે હું હવે વધુ અંધારાથી ડરી શકતો નથી. ડ્રગ્સને કારણે લગભગ મારી અંદર થોડો વધુ અંધારાનો ડર પેદા થઈ શકે છે.’ ત્યાર બાદથી એને ક્યારેય ડ્રગ્સ લીધા નહતા.

- Saif Ali Khan 2

સૈફ અલી ખાને એના જીવનના બીજા પણ ઘણા ખુલાસાઑ કર્યા હતા. એમને એ પણ જણાવ્યુ હતું કે એમના ઉપર દિલ્લીના એક નાઈટક્લબ ઉપર જાનલેવા હુમલો થયો હતો. એ ઘટના વિશે સૈફ અલી ખાન એ જણાવ્યુ હતું કે, ‘ દિલ્લીના એ નાઈટક્લબમાં એક છોકરો મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો હતો કે કૃપા કરીને મારી ગર્લફ્રેન્ડ સાથે ડાન્સ કરો.’

- saif ali khan movies 1200x900

આગળ સૈફએ જણાવ્યુ હતું કે જ્યારે એને તેની ગર્લફ્રેન્ડ સાથે ડાન્સ કરવાથી ના કહી ત્યારે એને ફરી કહ્યું કે ભગવાને તમને ખૂબ જ સુંદર ચહેરો આપ્યો છે એ સાંભળી મને ખુશી થઈ પણ એ બાદ તુરંત એને મારી સાથે ખરાબ વર્તન કર્યું અને મારા માથા ઉપર વિહસ્કીની બોટલ મારી અને લોહી નીકળવા લાગ્યું હતું. એ પછી તેની એ છોકરા સાથે લડાઈ થઈ ગઈ હતી, જયારે બધુ શાંત થઈ ગયું ત્યાર પછી હું ત્યાં ઊભા ઊભા વહેતું લોહી રોકી રહ્યો હતો ત્યાં એ ફરી મારી પાસે આવ્યો અને મને કહ્યું કે તે આ શું કર્યું જો… અને ફરી પાસે પડેલ શોપ ડિશ મારા ઉપર ફેંકીને મને મારવાની કોશિશ કરી હતી. એ વ્યક્તિ પાગલ હતો અને મને મારવા ઈચ્છતો હતો.’

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here