સંજય રાઉતે કંગના રનૌત પર કરી આપતીજનક ટિપ્પણી, અભિનેત્રી એ પણ કર્યો પલટવાર

0

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાના સારા અભિનય સિવાઈ બેફાક ટિપ્પણીઓ માટે જાણીતી છે. આ દિવસો માં શિવસેના નેતા સંજય રાઉત અને કંગના ની જુબાની જંગ તેજ થતી જાય છે. કંગના અને રાઉત એકબીજા વિરુદ્ધ ખૂલીને સામે આવ્યા છે. હાલમાં જ સંજય રાઉત પોતાનો સંયમ ખોઈ બેઠા અને કંગના પર આપતિજનક ટિપ્પણી કરી નાખી.
રાઉતે આરોપ લગાવ્યો છે કે અભિનેત્રીએ છત્રપતિ શિવજી મહારાજ અને મહારાષ્ટ્ર નુ અપમાન કર્યુ છે.

સંજય રાઉત ના બયાન પર કંગના રનૌતે પણ પલટવાર કર્યો છે. તેણે ટ્વીટ કર્યુ, ‘વર્ષ 2008 માં મૂવી માફિયા એ મને પાગલ ઘોષિત કરી હતી. 2016 માં તેણે મને ચૂડેલ કહી અને 2020 માં મહારાષ્ટ્ર ના મંત્રીએ મને *** સ્ત્રી નો ખિતાબ આપ્યો. આ બધા લોકો એ મારી સાથે આવુ તેમાટે કર્યુ કેમકે મેં કહ્યુ કે સુશાંત ની હત્યા બાદ હું મુંબઈ માં અસુરક્ષિત મહેસુસ કરૂં છું.

त  - sanjay raut kangna

ટ્વિટર પર સંજય રાઉત સાથે થયેલી જુબાની જંગ માં કંગનાએ કહ્યુ હતુ કે તેને મુંબઈ પોલીસ થી ડર લાગે છે. કંગના ના આ બયાન પર શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે જો તને મુંબઈ માં ડર લાગતો હોય તો પાછુ ના આવવુ જોઈએ.

સંજય રાઉત ના ટ્વિટ પર કંગના એ લખ્યુ હતુ, ‘શિવસેના નેતા સંજય રાઉતે મને ખુલ્લી ધમકી આપી છે અને કહ્યુ કે હું મુંબઈ પાછી ના આવું. પહેલા મુંબઈ ના રસ્તાઓ પર આઝાદી ના નારા લાગ્યા અને હવે ખુલ્લી ધમકીઓ મળી રહી છે. આ મુંબઈ પાકિસ્તાન અધિકૃત કશ્મીર જેવુ કેમ લાગી રહ્યુ છે?’ તેના થોડા સમય બાદ કંગના રનૌતે તેના એક ટ્વીટ માં લખ્યુ કે તે નવ સપ્ટેમ્બર ના મુંબઈ આવશે કોઈ માં હિંમત હોય તો રોકી ને બતાવે.

- Manikarnika Kangna Ranaut 1900x

કંગના પર કરેલી ઘણી અપમાનજનક ટિપ્પણી પર સંજય રાઉતે જવાબ આપ્યો છે. સંજય રાઉતે કહ્યુ કે જો કંગના રનૌત મહારાષ્ટ્ર થી માફી માંગશે તો હું માફી માંગવા પર વિચાર કરીશ. સંજય રાઉતે કહ્યુ કે કંગના એ મુંબઈ ને નાનુ પાકિસ્તાન કહ્યુ, શું કંગના પાસે હિમ્મત છે કે તે અમદાવાદ માટે પણ આવુ કાઇ બોલી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here