સિંગર સાંત્વની ત્રિવેદીનું નવું સોન્ગ “વેરી વરસાદ” થયું ગઈ કાલે રિલીઝ થઈ ગયું છે. અને માત્ર ૨૦ કલાકમાં ૬૫ હજારથી વધુ લોકોએ આ ગીતને જોયું છે. સાંત્વનીએ આ સોન્ગ દ્વારા દર્શકોને કંઈક નવું આપવાનો પ્રયાસ કર્યો છે.
સાંત્વનીનું આ રોમેન્ટિક સોન્ગ યુવા પેઢીને ખૂબ પસંદ પડી રહ્યું છે. અને દર્શકો દ્વારા ખૂબ હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સાંત્વની એ ગુજરાતી સોંગના ટ્રેન્ડને આગળ વધારવા માટે એક નવી પહેલ કરી છે. તેમણે લોકડાઉન દરમિયાન ત્રણ સોન્ગ બનાવ્યા. જે ગીતોને ખૂબ ઓછા બજેટમાં એક હોમમેડ ટ્રેન્ડ દ્વારા તૈયાર કર્યા અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. તેમનું ગીત “વહાલનો દરિયો” લોકોને ખૂબ પસંદ પડ્યું. ત્યારબાદ વેરી વરસાદે પણ હાલ યુટ્યુબ પર ધૂમ મચાવી છે.
આ ગીતના લિરિકસ રાજેશ કનમિયા દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે સુંદર ગીતને નિરવ પરમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે. જ્યારે ભાર્ગવ પંડ્યા અને આકાશ પરમાર દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. વેરી વરસાદમાં દેવ પટેલે ડી.ઓ.પી તરીકે ખૂબ સરસ કામ કર્યું છે.
સાંત્વની ત્રિવેદીના “વેરી વરસાદ” સોંગ પાછળ એક સુંદર મજાની કહાની છે. આ સોંગને રાજેશ કનમિયા દ્વારા લખવામાં આવ્યું છે. રાજેશ કનમિયા જ્યારે ગુજરાત પોલીસમાં હતા. ત્યારે તે જૂનાગઢ જિલ્લામાં પોતાની ફરજ બજાવતા હતા. અને તે વખતે તે વર્ષનો પહેલો વરસાદ પડ્યો અને ત્યારે તેમણે કવિતા લખી હતી. અને જેમના પર હાલમાં જ સાંત્વની ત્રિવેદીએ સોન્ગ બનાવ્યું. આ પહેલા પણ સાંત્વનીના “વા વાયાને વાદલડી”, “ઊંચી તલાવડી”, “વહાલનો દરિયો” જેવા લોકગીતો પણ ખૂબ લોકપ્રિય બની ચુક્યા છે. અને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. સાંત્વની આજના જમાનાની એક “ફોક સોન્ગ” બનાવતી લોકપ્રિય ગાયિકા છે.