હજાર છાત્રો ના વિઝા રદ થવા પર ભડકયુ ચીન, અમેરિકા પર લગાવ્યો ગંભીર આરોપ

0

બેઇજિંગ: સુપરપાવર અમેરિકા અને એશિયાઈ ડ્રેગન ચીન વચ્ચે ચાલી રહેલો તણાવ લગાતાર વધી રહ્યો છે. હાલ માં અમેરિકા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો થી ચીન ચિડાયેલુ છે અને લગાતાર તેના પર હમલા કરી રહ્યુ છે. હાલ નો મુદ્દો અમેરિકા દ્વારા ચીન ના લગભગ 1000 વિદ્યાર્થીઓ ના વિઝા રદ્દ કરવાને લીધે છે. અમેરિકા ના આ નિર્ણય ને ચીન ના વિદેશ મંત્રાલયે ‘જાતીય ભેદભાવ અને માનવાધિકાર નુ ઉલ્લઘન’ કહ્યુ છે. તેની સાથેજ ચીને અમેરિકા ને ધમકી આપતા કહ્યુ કે આ બાબત માં આગળ કાર્યવાહી કરવા માટે ચીન પાસે પણ અધિકાર છે.

Coronavirus news: Trump slams China after Beijing accuses US of starting  pandemic | World | News | Express.co.uk  - oi2utwykyyj8ekjgcqtp

‘આ રાજનીતિક દમણ અને જાતીય ભેદભાવ છે’

વિદેશ મંત્રાલય ના પ્રવક્તા ઝાઓ લિજિયાન એ એક નિવેદન માં કહ્યુ કે છાત્રો ના વિઝા રદ્દ કરવા ‘રાજનીતિક દમન અને જાતીય ભેદભાવ’ જેમ છે. એક દિવસ પહેલા જ અમેરિકા ના કાર્યકારી ગૃહ સુરક્ષા સચિવ ચાડ વુલ્ફ એ કહ્યુ કે તેના વિભાગે ‘ચીની સેના સાથે જોડાયેલા ચીની છાત્રો અને શંશોધન કર્તાઓ ના વિઝા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.’તેમણે જણાવ્યુ કે તે છાત્રો ‘સંવેદનશીલ અને ગુપ્ત સૂચનાઓ’ મેળવી ન શકે તે માટે આ પગલા લેવાયા છે. વુલ્ફે કહ્યુકે ચીન ‘છાત્ર વિઝા નો દુરુપયોગ કરી સંવેદનશીલ જાણકારી એકઠી કરવાનુ કાર્ય’ કરી રહ્યુ છે.

આ પણ વાંચો -  વિશ્વમાં કોરોના: જર્મનીમાં લોકડાઉન 20 ડિસેમ્બર સુધી લંબાયું, 5 મે પછી એક દિવસમાં યુકેમાં સૌથી વધુ મોત

China Competes With U.S. as Global Superpower Amid Coronavirus Pandemic  - GettyImages 1152690138

1000 છાત્રો ના વિઝા રદ્દ કરવામાં આવ્યા

ઝાઓ એ કહ્યુકે આ પગલા થી અમેરિકા માં ભણી રહેલા ચીની છાત્રો ના અધિકાર અને હિતો ને નુકશાન પહોંચ્યુ છે. તેમણે કહ્યુકે, ‘આ રાજનીતિક દમન અને જાતીય ભેદભાવ ની કાર્યવાહી છે.

China's latest tactic: Call America racist  - 105954990 1559914954452rtx6ybyj

‘ આ બાબત માં આગળ કાર્યવાહી કરવા માટે ચીન પાસે પણ અધિકાર છે. વ્યાપાર, પ્રૌદ્યોગિકી, બૌદ્ધિક સંપદા અધિકાર સહિત ઘણા મુદ્દાઓ પર અમેરિકા-ચીન વચ્ચે તકરાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here