દિવંગત બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ને લઈને રોજ નવા – નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સુશાંત ની મોત ને સોશિઅલ મીડિયા પર કોઈ આત્મહત્યા કહે છે તો કોઈ હત્યા કહી રહ્યુ છે. સુશાંત સિંહ ને લઈને શરૂઆત થી જ સમાચાર રહ્યા છે કે તે એક હોનહાર યુવા હતા અને વિજ્ઞાન ની સાથે એન્જિનિયરિંગ માં તેને ખાસ રુચિ હતી.
થોડા દિવસો પહેલા એક રિપોર્ટ આવી હતી કે સુશાંત એક એવી કોરોના એપ પર કામ કરી રહ્યા હતા, જેમાં મોબાઈલ માં શ્વાસ લઈ ને કોવિડ – 19 ના સંક્રમણ વિશે જાણ થઈ શકે. હવે સોશિઅલ મીડિયા પર દાવો કરવામાં
આવી રહ્યો છે કે પબજી બેન ના વિકલ્પ માં લોન્ચ થવા વાળી મલ્ટિપ્લેયર ગેમ FAU-G નો આઈડિયા સુશાંત સિંહ રાજપૂત નો હતો.
FAU-G ગેમ ને તૈયાર કરવા વાળી કંપની એ શું કહ્યુ?
FAU-G ને એનકોર (nCORE games) નામ ની કંપની તૈયાર કરી રહી છે જે બેંગ્લોર ની કંપની છે. એનકોર ગેમ્સ એ સોશિઅલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ પર વિરામ લગાવતા કહ્યુ કે, ‘કોઈ સોશિઅલ મીડિયા પોસ્ટ પર દાવો કરવામાં આવી રહ્યો છે કે FAU-G ગેમ નો આઈડિયા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત નો છે જે પૂર્ણ રીતે ખોટો અને આધારવિહીન છે. એનકોર ની સ્થાપના 2019 માં વિશાલ ગોંડલે કરી હતી. અમે છેલ્લા 20 વર્ષો થી ગેમિંગ ઇન્ડસ્ટ્રી માં અને 25 વર્ષો થી પ્રોગ્રામિંગ માં છીએ. હાલમાં અમે લોકો FAU-G ગમે પર કામ કરી રહ્યા છીએ.’
કંપનીએ બયાન માં આગળ કહ્યુકે વિશાલ ગોંડલે 1998 માં પોતાની પહેલી ગેમિંગ કંપની ઇન્ડિયાગેમ્સ લોન્ચ કરી હતી જેને તેમણે 2012 માં વહેંચી દીધી. વિશાલ ગોંડલ ને ભારતીય ગેમિંગ ઇન્ડસ્ટ્રી ના પિતા કહેવામાં આવે છે. FAU-G ના બધા કોપીરાઈટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એનકોર પાસે છે.