કોરોના સ્પેશ્યલ- કોરોના વાઇરસથી બચવા માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સિંગ અને હાથ સેનિટાઇઝ કરવાની સાથે આ સામાન્ય તકેદારી રાખવી ખૂબ જરૂરી

0

કોરોનાના દરરોજ વધતાં જતાં આંકડા દરેકને પરેશાન કરે છે, હવે સમાજમાં બે જ પ્રકારના લોકો રહે છે પહેલા કોરોના સંકર્મિત અને બીજા કોરોના સંકર્મિત ન થાય એવા ડર થી જીવતા લોકો.

कोरोना वायरस  - corona virus 1579264804

આપણે કોરોના સંકર્મિત ન થઈએ તેના માટે ઘણી તકેદારી રાખીએ છીએ જેમને સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરીએ માસ્ક પહેરીએ અને વારે વારે હાથ ધોઈએ પણ એ સિવાયની પણ બીજી ઘણી સામાન્ય તકેદારી રાખવી જરૂરી છે. એની માટે કશું વધુ કરવાની જરૂર નથી બસ ખાણી-પીણી અને બીજી થોડી આદતોમાં બદલાવ કરવાની જરૂર છે.

कोरोना वायरस  - corona virus 1580141672

જો તમે કોરોના સંકર્મિત વ્યક્તિના સંપર્કમાં આવી પણ ગયા છો તો કોરોનને પહેલા કંટ્રોલ કરવો ખૂબ જ સહેલો છે. કોરોના વાઇરસ સૌથી પહેલા નાકમાં પ્રવેશી અને ગળાથી થઈને ફેફસા સુધી પંહોચે છે. તો સૌથી પહેલા આપણે આપના ગળાનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. એ માટે ફ્રિજનું ઠંડુ પાણી ન પીઓ અને સાથે જ કોઈ ઠંડી વસ્તુઓ ન ખાવી જોઈએ. એ સિવાય ગાળાની ખરાશ મટાડવા માટે હળદરવાળા પાણીના કોગળા કરવા જોઈએ.

- turmeric 1594796437

કોરોનામાં શરીરની તંદુરસ્તી બનાવીને રાખવી ખૂબ જરૂરી છે. સવારના ઊઠીને આદું, એલચી વાળી ચા પીવી જોઈએ અને જે લોકો ચા નથી પીતા એમને નવશેકું લીંબુ શરબત પીવું જોઈએ. એનાથી શરીરની ઇમ્યુનિટી વધે છે. અને કઈ નહીં તો હળદર વાળું દૂધ પીવું જોઈએ.

કોરોના સંબંધિત રિસર્ચમાં જાણવા મળ્યું છે કે શરીરમાં વુટામીન ડી ની ખામી ન થવી જોઈએ.  વિટામિન ડી હાડકાંને મજબૂત કરે છે અને ઇમ્યુનિટી વધારે છે. સવારના આછા તડકામાં ભરપૂર વિટામિન ડી હોય છે જેથી થોડો સમય  કોમળ તડકો લેવો જરૂરી છે અને જો એ સંભવ ન હોય તો માછલી , ઈંડા અને અનાજમાં પણ વિટામિન ડી હજાર હોય છે.

- vitamin d 1593925868

કોરોનાથી બચવા માટે પૂરતી નિંદર કરવી પણ આવશ્યક છે. ઓછામાં ઓછા સાત-આઠ કલાકની નીંદર લેવી જરૂરી છે. નીંદરનો સીધો અસર ઇમ્યુનિટી પર પડે છે. સાથે જ તંદુરસ્ત રહેવા માટે ફળો અને શાકભાજી પર ભાર થોડો વધુ રાખો સાથે જ દ્રયફ્રુટ પર વધુ જોર રાખો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here